પ્રાંતિજના તાજપુર કૂઈ પાસે અકસ્માત સર્જાતા કારનુ શીર્ષાસન

0
10

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર કુઇ પર આજે વહેલી સવારે કોઈ અગમ્ય કારણો સર કારે રોડ ની બાજુમાં ખેડેલા 10 ફૂટ ખાડા માં પલટી ખાધી હતી જેમાં આ પરિવાર જુનાગઢ થી નાથદ્વારા દર્શનાર્થ જઈ રહ્યો હતો જ્યાં અંદર બેઠેલા 1.હીમાંશુ કિશોરભાઈ કારીયા 2. હર્ષ જીતેન્દ્રભાઈ કારિયા 3. રાખી બેન કિશોરભાઈ કારિયા.4. ધૃતિબેન કિશોરભાઈ કારિયા.5. કિશોરભાઈ પ્રાગજીભાઈ કારિયા જેમાં કાર માં બેઠેલા તમામ લોકો જૂનાગઢના કેશોદના રહેવાસી છે જેમાં કાર પલટી ખાતા કારમાં બેઠેલા લોકો નો અદભુત બચાવ થતા રાહતનો દમ લીધો હતો જેમાં સ્થાનિક લોકો દ્વારા કારમાં બેઠેલા લોકો ને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતાજોકે અન્ય જાન હાનિ ટળી હતી આ બાબત ની જાણ પ્રાંતિજ પોલીસ ને થતા ઘટના સ્થળે તાત્કાલિક આવી પહોંચી હતી ને.હા 8 પર છેલ્લા 3 વર્ષ થી રોડ કોન્ટ્રાક્ટર ની ઘોર બેદરકારીથી આડેધડ ખાડા ખોદી પડતા મૂકી દીધા છે જેના લીધે અવારનવાર રોજેરોજ થતાં નાના મોટા અકસ્માત થાય છે અને કેટલાય નિર્દોષ લોકો આ અકસ્માતના ભોગ બને છે તો રેઢિયાળ રિઢું તંત્ર જાણે કોઇ નો લાડકવાયો છીનવાઈ જાય તેની રાહ જોઈ ને બેઠું હોય તેમ લાગે છે

અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here