પ્રાંતિજના કરોલ માં ઇકો કારની ટક્કરથી પાંચ વર્ષની કિશોરીનું મોત

0
688
પ્રાંતિજના કરોલ ગામમાં તા.21/05/2021 ને બપોરે 12 વાગ્યા આસપાસ ઇકો કાર ગંડેરી થી કરોલ ગામમાં આવી રહી હતી  એ દરમિયાન પાંચ વર્ષની ભાણી (પ્રજ્ઞા) દુકાન  પર  થી ગોળી બિસ્કીટ લઈ પરત આવી રહી હતી તે દરમિયાન એકાએક ઇકો નંબર GJ 09 BE 5198  નો ચાલકે બાળકી ને  હડફેટે લેતા બાળકીના ઉપર થઈ બંને ટાયર નીકળી ગયા હતા જેમાં બાળકીને માથાના ,છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ઇજાગ્રસ્ત બાળકીને તાબડતોડ તાજપુર કુઇ ખાનગી દવાખાનામાં સારવાર અર્થે ખસેડતાં સારવાર મળે તે પહેલા તેનું મોત નિપજયું હતું જે અંગે પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતી તે દરમિયાન બાળકીના મૃતદેહને પ્રાંતિજ સિવિલમાં પીએમ અર્થે લાવવામાં આવી હતી જેમાં  પ્રાંતિજ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી ઇકો કાર જપ્ત કરી છે અને આરોપી પણ હાજર થઈ ગયો છે તેવું સુત્રોમાંથી જાણવા મળેલ છે
*અલ્પેશ નાયક (સાબરકાંઠા)*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here