પ્રાંતિજના કરોલની સીમમાંશ્રાવણીયો જુગાર રમતા આઠ શકુનિઓ ને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યા

0
2

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માં આજે પ્રાંતિજ પોલીસ પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન કરોલ ગામની સીમમાં અમરીશભાઈ રમેશભાઇ પટેલના મકાનની પાસે ખેતરની ઓરડીની બહાર ખુલ્લી જગ્યામાં બાતમી ના આધારે શ્રાવણીયો જુગાર રમતા આઠ ઈસમોની પ્રાંતિજ પોલીસે દબોચી લીધા હતા જેમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ખાનગી બાતમીના આધારે વોચ કરતાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા આઠ ઈસમો રૂ.2.52.320 મુદ્દા માલ સાથે ઝડપી પડ્યા હતા જેમાં જુગારના રોકડા 13,820, મોબાઈલ નંગ 6 કિંમત રૂ 38,500 અને વાહન નંગ 1 કિંમત રૂપિયા 2,00,000 એમ કુલ મળી 2.52.320 ના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતાઆરોપી1. અમરીશ કુમાર રમેશભાઈ પટેલ (રહે. કરોલ)2. રોહિતકુમાર કેશવલાલ પટેલ (રહે. તાજપુર)3. દિપકભાઈ ચતુરભાઈ પટેલ4. ચંદ્રકાંત મણિલાલ પટેલ5. નરેન્દ્રભાઈ પરસોતમભાઈ પટેલ6. અરવિંદભાઈ કેશાભાઈ પટેલ7. યોગેશભાઇ ઇશ્વરભાઇ પટેલ8. અલ્પેશ ઉર્ફે કલ્પેશ શંભુજી પરમાર,( રહે. સાણોદા તા.દહેગામ) ના ઇસમો ને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અલ્પેશ નાયક પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here