પ્રતાપગઢ સાબલી ગામે ખેતરમાં ચરતી ભેસોને તગેડી મુકતા ફરિયાદ કરાયી.

0
13

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઇડર તાલુકાના પ્રતાપગઢ સાબલી ગામમાં રહી પશુપાલનનો ધંધો કરતા રજાકભાઇ રસુલભાઇ મનસુરી એ જાદર પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવેલ છે હાજીભાઇના ખેતરમાં ખુલ્લામાં ચરતી ભેસોને રફીકભાઇ ઇસ્માઇલભાઇ મનસુરી નામના ઇસમે તગેડી મુકતા હાજીભાઇ તેમને કહેવા જતા રફીકભાઇ મનસુરીએ રજાકભાઈ ને બિભત્સ ગાળો બોલી લાકડી વડે માર માર્યો હતો અને ત્યાર બાદ રજાકભાઈ અને હાજીભાઇ પોતાના ઘર તરફ જતા હતા તે સમયે રસ્તામાં ૯ જણા મહિલા સાથે એકસંપ થઇ ગેરકાયદેસર મંડળી બનાવી હાથમાં લાકડી તથા પથ્થરો લઇઆવ્યા હતા . હાજીભાઇને સાબીરભાઇ મનસુરીએ કાન પાસે પથ્થરનો ઘા મારી તથા હમીદભાઇ મનસુરીએ કમરના ભાગે લાકડી મારી બીજાઓએ ગડદાપાટુનો માર માર્યોહતો ત્યારે રજાકભાઇ મનસુરી વચ્ચે પડતા આરોપીએ જમણા હાથે લાકડી મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી . રજાકભાઈ ની ભાણી ખુશ્બુબેન તથા જિન્નતબેન ઘરે એકલા હતા ત્યારે જુબેરભાઇ મનસુરી તથા શહેનાજબેન મનસુરી તેમજ સાબીરભાઇ મનસુરીએ બિભત્સ ગાળો બોલી ખુશ્બુબેન ને ધક્કો મારી કપડા ફાડી નાખી આબરૂ લેવાની કોશીશ કરી ઘરમા છુટ્ટા પથ્થરો ફેકયા હતા. રજાકભાઇ રસુલભાઇ મનસુરીએ આ અંગેની ફરિયાદ જાદર પોલીસ સ્ટેશને નોધાવતા જાદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એમ.ચૌધરી એ ૯ વિરુદ્ધ ઇ.પી.કો કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૫૪(ખ), ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૩૩૭ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોધી આગળની કાયૅવાહી હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here