પ્રખર ગાંધીવાદી અને પદ્મ શ્રી એવોર્ડ માટે પસંદગી પામેલા માલજીભાઈ દેસાઈ ને અભિનંદન પાઠવતા પાટણ અનુસુચિત જાતિ સમાજના આગેવાનો..

0
15

પાટણ તા.31
જિલ્લાના ચાણસ્મા તાલુકા ના લણવા ગામ ના વતની તેમજ ચાણસ્મા પૂર્વ ધારાસભ્ય અને ગાંધી આશ્રમ જીલિયા ના સંચાલક માલજીભાઈ દેસાઈ કે જેઓને તાજેતર મા ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી જે અનુસંધાને પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ ના આગેવાનો , કાર્યકરો , કોર્પોરેટરોએ નરેન્દ્રભાઈ વાણીયા ના સૌજન્ય થી ગાંધી આશ્રમ ઝીલીઆ ખાતે માવજીભાઈ દેસાઈ ની શુભેચ્છા મુલાકાત લઈ તેઓને બુદ્ધ નુ તૈલી ચિત્ર આપીને સમ્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન કાર્યક્રમમાં પાટણ નાં સામાજિક આગેવાન ધીરજભાઈ સોલંકી , પાટણ ના નામાંકીત બિલ્ડર અને વોર્ડ નંબર ૧૧ ના કોર્પોરેટર હિરલબેનના સહભાગી અને રવિદાસ યુથ ક્લબ ગુજરાત ના કોર કમિટી મેમ્બર અજયભાઇ પરમાર , રોમ કોમ્પ્યુટરના માલીક કમલેશભાઈ સોલંકી , પૂર્વ પાટણ નગર પાલિકા ઉપપ્રમુખ ગીતાબેન ધીરજભાઈ,મહેશભાઇ સોલંકી , પાટણના વોર્ડ નંબર ૨ ના કોર્પોરેટર બિપીનભાઈ પરમાર અને સમાનતા વિચાર મંચ ના સંયોજક તેમજ રાષ્ટ્રિય દલિત અધિકાર મંચના ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી અને પાટણ ના વકીલ મનોજ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોટર. કમલેશ પટેલ. ચાણસ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here