પોલીસ કર્મચારીઓના પગાર સહિતના મુદ્દે આમઆદમી પાર્ટી,વડાલીના હોદ્દેદરો દ્વારા આજે જિલ્લા પોલીસ વડા કચેરીને સંબોધન કરી વડાલી આપ્યું આવેદનપત્ર ‘

0
16

સાબરકાંઠા જિલ્લાના વડાલી આમ આદમી પાર્ટી ના નેજા હેઠળ ગુજરાત પોલીસ ની યોગ્ય માગણીઓ સાથે વડાલી પોલીસ સ્ટેશન ખાતે આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટ માગણી કરાઈ છે કે ગુજરાત પોલીસનાં વિવિધ સંવર્ગના જવાનોનાં પ્રશ્નોનાં નિરાકરણ લાવવા અંગે આજે આમ આદમી પાર્ટી પોલીસ ના સમર્થન માં આજે આવેદન આપ્યું હતું, અને આ માગ સરકાર સુધી પોહચે તે હેતુ થી રજૂઆત કરવામાં આવી હતી આવેદન માં સ્પષ્ટ જણાવ્યું હતું કે આપણું બાહોશ ગુજરાત પોલીસ દળ દિવસરાત ખડેપગે રહીને જનતાની સુરક્ષા અને સલામતી કરી રહ્યું છે . તહેવાર હોય કે સામાજિક પ્રસંગ હોય પોલીસ જવાન હંમેશા ડ્યુટી ઉપર રહીને જનસેવા કરે છે ત્યારે પોલીસ દળના વર્ષો જુના પડતર નિમ્ન દર્શાવેલ પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકારમાં રજુઆત કરશો એવી વિનંતી . (૧) હથિયારી – બિનહથિયારી પોલીસ , એસઆરપી જેલ પોલીસ અને હોમગાર્ડ જવાનોનાં હાલના પગાર – ભથ્થાનાં માળખામાં ધરમૂળથી સુધારો કરી તેમની ૨૪ કલાકની ડ્યુટી પ્રમાણે નવા ગ્રેડ – પે સાથે અદ્યતન પગાર – ભથ્થા લાગુ કરવામાં આવે (૨) કોન્સ્ટેબલ થી પીએસઆઈ સુધીના વર્ગ -૩ ની બદલીમાં રાજકીય દખલગીરી સદંતર બંધ કરવી અને બદલી માટે નેતાઓ કે અધિકારીઓને આજીજી કરવી ન પડે તેમજ બદલી પ્રક્રિયામાં પારદર્શક્તા અને ઝડપ આવે તે સારૂ રાજ્ય કક્ષાએ * પોલીસ બદલી કમિટી ” ની રચના કરવી . (૩) બિનજરૂરી ટાર્ગેટ આપવાથી પોલીસ ઉપર માનસિક તણાવ ઉત્પન્ન થાય છે માટે પોલીસ સ્ટેશનોમાં અટકાયતી પગલા પ્રોહીબીશન એક્ટ , એમ.વી એક્ટ તેમજ માસ્ક દંડ કે અન્ય બાબતે ટાર્ગેટ આપવાની પ્રથા તાત્કાલિક બંધ કરવી (૪) એસ.આર.પી બટાલીયનને મહાનગરો અને જીલ્લામાં જરૂરીયાત પ્રમાણે સ્થાયી કરવામાં આવે (૫) વતન સિવાયના જીલ્લામાં પોસ્ટીંગ થયેલ મહિલા પોલીસને અગ્રીમતાનાં ધોરણે રહેણાંકનું મકાન ફાળવવામાં આવે તેમજ કચેરીમાં મહિલા પોલીસની પ્રાઈવસી અંગે વ્યવસ્થા કરવામાં આવે (૬) પોલીસની સમસ્યાઓનાં નિવારણ માટે તેમજ પોલીસ વિભાગ દ્વારા સામુહિક રીતે સાંસ્કૃતિક અને સામાજિક ઉત્સવો ઉજવી શકાય તેવા ઉદ્દે શ્યથી “ પોલીસ યુનિયન ” ની માન્યતા આપવી ગુજરાત પોલીસનાં ઉપરોક્ત તમામ અધિકારો બાબતે જલ્દીથી નિરાકરણ આવે તે સારું આમ આદમી પાર્ટી દ્વારા માગ કરવામાં આવી હતી ,જેમાં ઉપસ્થિત પાર્ટી ના પ્રમુખ મનીષ પટેલ,ઉપપ્રમુખ પરમાર જસુભાઈ,અને પાર્ટી ના કાર્યકર જયદીપ કુમાર અને દીપક કુમાર સહિત ઉપસ્થિત રહી આવેદન આપ્યું હતું,

અહેવાલ:રમેશભાઈ પટેલ. વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here