પૂજ્ય શ્રી જય ઝૂલેલાલ રાસ મંડળ પાટણ દ્વારા શ્રી હિંગળાજ માતાજીની મૂર્તિ નો ત્રીજો વાર્ષિક પાટોત્સવ યોજાયો…..

0
6

પાટણના ચાચરીયા ચોકમાં આવેલ શ્રી હિંગળાજ માતાજીના મંદિર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરાયુ.

પાટણ તા.૨૦
પૂજય શ્રી ઝુલેલાલ રાસ મંડળ પાટણ અને સિંધી સમાજ પાટણના દ્વારા બુધવારના રોજ શહેરના ચાચરીયા ચોકમાં શ્રી હિંગળાજ માતાજી મંદિર ખાતે માતાજીનો ત્રીજો વાર્ષિક પાટોત્સવ ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો.
માતાજીના ત્રીજા વાર્ષિક પાટોત્સવ પ્રસંગ મંદિર પરિસર ખાતે આયોજિત નવચંડી યજ્ઞ, મહાઆરતી અને સમૂહ પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેનો સમાજના લોકો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લ્હાવો લીધો હતો.
આ પ્રસંગને સફળ બનાવવા શ્રી ઝુલેલાલ રાસ મંડળ નાં પ્રમુખ દિનેશકુમાર જે. નારવાણી, મંત્રી જગદીશ એન.બચાણી સહિત જય ઝૂલેલાલ રાસ મંડળ ના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here