પુંસરીના સબ સેન્ટર નવા માં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી.

0
3

પુંસરીના સબ સેન્ટર નવા માં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ઉજવણી કરવામાં આવી

આજ રોજ તલોદ તાલુકા હેલ્થ ઓફિસર ડો વિ જે મુગટ તેમજ પી એચ સી પુંસરીના મેડીકલ ઓફિસર ડો ભાવેશભાઇ પરમાર ના માર્ગદર્શન હેઠળ પીએચસી પુસંરી નાં નવા સબ સેન્ટરમાં  એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની  ઉજવણી કરવામાં આવી જેમાં કિશોર કિશોરીઓને ટીફીન બોક્સ,બોટલ,બેગ,ટીશર્ટ,ટોપી નુ વિતરણ કરવામાં આવ્યુ જેમાં  એડોલેશન હેલ્થ કાઉન્સેલર દિપક સુતરીયા દ્વારા કિશોર કિશોરીઓમાં તરુણાવસ્થામાં આવતા જ છોકરા છોકરી ના શરીરમાં અચાનક થયેલા ફેરફાર તેમને અલગ જ દુનિયામાં લઈ જાય છે શરીરમાં થતા આ ફેરફાર તો દેખાય છે,પરંતુ હોર્મોનની દોડધામ કારણે મનમાં એનાથીય જબરજસ્ત ફેરફારોનું તોફાન સર્જાયું હોય છે જેનાં કારણે શારીરિક માનસિક,જાતીય,ભાવનાત્મક ફેરફારો વિશે ,નાની વય લગ્ન કરવાથી ગર્ભાવસ્થા દરમિયાન સામાન્યપણે જોવા મળતી સમસ્યાઓ વિશે, એનેમિયા,પોષણયુક્ત  આહાર ,વ્યસન,માસિકમાં સ્વચ્છતા કઇ રીતે રાખવાની,કપડું કે સેનેટરી પેડ વાપરતાં હોય તો તેનો ઉપયોગ કઇ રીતે કરવો,બિન ચેપી રોગો,માનાસિક સ્વાસ્થ્ય ને લગતી સમસ્યાઓ જેવી કે નિરાશા,માનસિક ત્રાણ અને ચિંતા,ખોરાક ને લગતી સમસ્યા,નશીલા પદાર્થો,પ્રજનન અને જાતીય રોગો વિશે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપ્યુ.એડોલેશન હેલ્થ કાઉન્સેલર,એમ પી એચ એસ,ફે હે વ,આંગણવાડી કાર્યકર,આશા ફેસિલેટર,આશાબેન ઉપસ્થિત રહયા.

*અલ્પેશ નાયક સાબરકાંઠા*
    મો..8000929130

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here