પી.કે.કોટાવાલા કોલેજના ઈતિહાસ વિભાગ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 151મી જન્મજયંતિ પર્વની ઉજવણી કરવામાં આવી..

0
3

પાટણ તા.૧
પાટણ ની શ્રી અને શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટ્સ કોલેજના ઇતિહાસ વિભાગ દ્વારા શુક્રવારના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૧ મી જન્મ જયંતી પવૅના એક દિવસ અગાઉ વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા હતા.
ઈતિહાસ વિભાગ ના બી.એ. સેમેસ્ટર 1, 3, અને 5 ના વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીજીના જીવનના પ્રસંગો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રિન્સીપાલ ડૉ. લલીતભાઈ પટેલ ના સાનિધ્યમાં બાયસેગ હોલમાં યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. જી.પી.શ્રીમાળી દ્વારા ગાંધીજીના આંદોલનો અને ભારતની આઝાદી વિશે વિસ્તૃત વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ડૉ. સંગીતાબેન બકોતરા દ્વારા ગાંધીજી અને વિદ્યાપીઠની સ્થાપના વિશે માહિતી રજૂ કરવામાં આવી હતી. જ્યારે મીનાબેન અગ્રવાલે રાજસ્થાનમાં ગાંધી પ્રવૃત્તિ વિશે અહેવાલ આપ્યો હતો ડોક્ટર જી.પી.શ્રીમાળી ના માર્ગદર્શન હેઠળ કાપડિયા હાર્દિક, ધાર્મિક જોષી, દરજી જયેશ, હાર્દિકા પટેલ, સાગર દેસાઈ, હાર્દિક ભાટીયા વગેરે વિદ્યાર્થીઓએ ગાંધીજીના જન્મ થી શરૂ કરી તેમના જીવન અને પ્રવૃત્તિઓ વિશે નો અહેવાલ રજૂ કર્યો હતો આ ઉપરાંત ઠાકોર કવિતા દ્વારા ગાંધીજી ના ધર્મ પત્ની કસ્તુરબા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધાર્મિક જોષી અને તેમના મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આકાશ રાવલ દ્વારા ગાંધીજી ના પ્રસંગો પ્રમાણે નિર્દેશન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ ધાર્મિક જોષી દ્વારા કરવામાં આવી અને આ કાર્યક્રમમાં લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહી ગાંધીજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી ને યાદગાર બનાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here