પી.એચ.સી.રતનપુર દ્વારા વિનયમંદિર લોકનિકેતન માં ૧૫ થી ૧૮ વર્ષના બાળકો નું રસીકરણ યોજવામાં આવ્યું

0
4

આજરોજ તારીખ ૦૪/૦૧/૨૦૨૨ ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેદ્રભાઈ મોદી સાહેબ ના આદેશ થી સમગ્ર રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષ ના બાળકોનું કોરોના રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે તો પાલનપુર તાલુકાના રતનપુર ગામમાં આવેલ લોકનિકેતન વિનયમંદિર માં તાલુકા આરોગ્ય અધિકારી સાહેબશ્રી ડો.દિપકભાઇ અનાવડીયા,તાલુકા આરોગ્ય સુપરવાઈઝર કિશોરભાઈ જોશી સાહેબ તથા પ્રા.આ.કે.ના મેડિકલ ઓફિસર ડો.નિકિતાબેન પટેલ અને આયુષ ડો.પુસ્પાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો જેમાં પ્રથમ દિવસ માં ૧૧૧ બાળકો ને કોરોના વેકસીન થી રક્ષિત કરવામાં આવ્યા જેમાં લોકનિકેતન ના શિક્ષકો તથા પ્રા.આ.કે.ના સુપરવાઈઝર શ્રી કેતન ભાઈ તથા ઉષાબેન પટેલ ,મ.પ.હે.વ અજયભાઇ બારોટ ,ફી.હે.વ.કે.આર.રાવત તથા આશાબહેનો રેખાબેન અને ચંદ્રિકા બેન એ કાર્યક્રમ સફળ બનાવવા ખૂબ ભારે જહેમત ઊઠાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here