પીપલોદ મધ્યસ્થ શાળા ખાતે શાળા વ્યવસ્થાપન સમિતિ ની રચના કરવા બાબતે મીટીંગ યોજાઈ

0
27

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની મધ્યસ્થ શાળા પીપલોદ ખાતે તારીખ ૦૨/૦૭/૨૦૨૧ ના રોજ શાળા વ્યવસ્થાપન સમિતિ ની રચના કરવા બાબતે મીટીંગ કરવામાં આવી. દિપ પ્રાગટય કરી માં સરસ્વતી વંદના સાથે બેઠક ની શરુઆત કરવા માં આવી હતી જેમાં પીપલોદ ગામ ના સરપંચ શ્રી, પૂર્વ એસ. એમ. સી. સભ્યો, ડૉ.અમિત અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ચર્ચા કરી નવીન સમિતિ ની રચના કરવા માં આવી હતી. સરપંચ શ્રી એ વાલીઓ ને ફળીયા શિક્ષણ અને ઓનલાઈન શિક્ષણ બાબતે શાળા ને સહયોગ કરવા જણાવ્યું હતું. ડૉક્ટર શ્રી એ કોવિડ વેકસિન બાબતે ચર્ચા કરી. પૂર્વ એસ.એમ.સી. સભ્ય શ્રીઓ એ તેમનો અનુભવ જણાવતા શાળા ની ખુબીઓ ની પ્રસંશા કરી હતી. આચાર્ય શ્રી કિશનસિંહ કોળી એ શાળા દ્વારા થતા માઈક્રોસોફ્ટ ટીમ ના શિક્ષણ કાર્ય તથા ફળીયા શિક્ષણ માં વધું માં વધુ બાળકો જોડાઈ તે માટે આહવાન કર્યુ. ટીવી દ્વારા, QR કોડ સ્કેન કરી, YOU TUBE દ્વારા શિક્ષણ ની ચર્ચા ની સાથે શાળા ની ભૌતિક સુવિધાઓ અને, જ્ઞાન કુંજ, બાળકોને મળતી શિષ્યવૃતિ, ટરાનસપૉટેશન વગેરે બાબતો થી માહીતગાર કર્યા હતાં. શાળા ની શૈક્ષણિક અને સહ અભ્યાસિક કાર્ય પ્રણાલી થી સંતુષ્ટ વાલી ઓ દર વર્ષ ખાનગી શાળામાં થી તેમના બાળકો ને શાળા માં પ્રવેશ અપાવી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ખાનગી શાળા ના ૩૦ બાળકો ને પ્રવેશ આપેલ છે. અને બીજા ૨૩ બાળકો પ્રવેશ મેળવવા શાળા નો દાખલો લઈ ગયેલ છે. આમ ૫૦ થી વધારે બાળકો ખાનગી શાળા છોડી મધ્યસ્થ શાળામાં પ્રવેશ મેળવશે. વિશેષ શાળાના શિક્ષક ભાઈ બહેનો ના બાળકો પણ અત્રે ની શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. આ વર્ષે સરકાર શ્રી દ્વારા મધ્યસ્થ શાળાને સ્કૂલ ઑફ એક્ષેલનસ તરીકે પસંદ કરવામાં આવી છે. આ તમામ પ્રગતિ માં શાળા ના શિક્ષક ભાઈ બહેનો નો સિંહ ફાળો રહ્યો છે. અન્ય તમામ શાળા ઓ પણ પ્રેરણા લઈ શિક્ષણ કાર્ય કરશે તો શિક્ષણ નુ સ્તર ઉંચુ આવશે.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ
દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here