પીપલોદ થી જય અંબે ગ્રુપ પગપાળા સંઘ બાવન ગજની ધજા લઈ અંબાજી તરફ પ્રસ્થાન

0
6

પીપલોદ બજાર જય અંબે ના નાદ સાથે ગૂંજી ઉઠ્યું. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામનું જય અંબે ગ્રુપ દર વર્ષની જેમ આ વર્ષે પણ બાવન ગજની ધજા સાથે માં અંબાના દર્શનાર્થે પીપલોદ થી અંબાજી પગપાળા સંઘ તારીખ ૨૯/૦૮/૨૦૨૧ ને રવિવારના રોજ રથ સાથે નીકળ્યાં હતાં. જેમાં માય ભક્તો બહોળી સંખ્યામાં જોડાયા હતાં. આ જય અંબે ગ્રુપ દર વર્ષ ભાદરવી અગિયારસ ના દિવસે અંબાજી અંબે માં ના દર્શન કરે છે. પણ કોરોના મહામારી ના લીધે આ વખતે ભાદરવી પૂનમનો મેળો બંધ રહેવાના એંધાણ સર્જાઈ રહ્યા છે ત્યારે જય અંબે ગ્રુપ પીપલોદ ના દર્શનાર્થીઓ આગામી દિવસોમાં ધજા રોહણ કરી માં અંબે ના દર્શન કરી આશીર્વાદ મેળવવા માટે અંબાજી તરફ વહેલા પ્રસ્થાન કર્યું છે. પગપાળા સંઘ નિકળ્યો ત્યારે પીપલોદ ગામમાં જાણે કોઈ ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. અને બોલ મારી અંબે જય જય અંબેના નાથ સાથે પીપલોદ બજાર ગુંજી ઉઠ્યું હતું. જય અંબે ગ્રુપ પીપલોદ ની વાત કરવામાં આવે તો આ ગ્રૂપ ૨૦૦૪ થી અંબાજી પગપાળા જવાની શરૂઆત કરી હતી. દરવર્ષે આ ગ્રૂપ અંબાજી અંબે માંના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આગલા વર્ષે કોરોનાની મહામારી ના લીધે અંબાજી દર્શન પગપાળા મોકૂફ રાખવામાં આવ્યા હતા તેથી આ વખતે ભાવિ ભક્તો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર માતાજીના દર્શનનો લ્હાવો લેવા માટે માઇભકતો મોટી સંખ્યામાં તૈયાર થયા છે. આ જય અંબે ગ્રૂપ પગપાળા બાવન ગજ ની બે ધજાઓ સાથે લઈને જશે. તેમાં એક ધજા નાના અંબાજી ચઢાવવામાં આવશે તેમજ બીજી ધજા અંબાજી મંદિર પર ચડાવવામાં આવશે.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલદાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here