પીપલોદમાં સિંધી સમાજના યુવા પ્રમુખ અમિતભાઈ નાથાણી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

0
10

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે તારીખ ૧૦/૧૦/૨૦૨૧ને રવિવારે મેન બજાર પીપલોદમાં સેવાભાવી કાર્યકર્તા તથા સિંધી સમાજના યુવા પ્રમુખ શ્રી અમિતભાઈ નાથાણી દ્વારા તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા ના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આ રક્તદાન કેમ્પમાં પીપલોદ ભીમજીભાઈ, હરેશભાઈ, પંકજભાઈ, બક્ષી સમાજ ના મોતિસિંહ, ગણપતભાઇ ડામોર, મુસ્લિમ સમાજ ના સોહેલભાઈ, શરુખભાઈ તથા ઇસુભાઈ ભયલુભાઈ, જમનાબેન, ભાવિકભાઈ તથા આજુબાજુ ગામો ના વેપારીઓ એ ૨૫ યુનિટ રક્તદાન કરીને માનવ સેવાના કાર્યમાં યોગદાન આપ્યું હતું. ‌ તમામ રક્તદાન ભાઈ-બહેનો નો અમિતભાઈ નાથાણી દ્વારા ‌આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમિતભાઈ નાથાણીએ જણાવ્યું કે હું ૨૫ વર્ષથી ‌ આવા રક્તદાન કેમ્પો નું આયોજન કરું છું જેમાં મે ૮૯ વખત રક્તદાન કર્યું છે એની પાછળ મારો એક જ ઉદ્દેશ હોય છે કે જરૂરત મંદ દર્દીઓ ને રક્ત મળી રહે.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here