પાવીજેતપુર ડુંગરવાટ ચોકડી પર રાત્રીનાં સમયે બાઇક સવાર બે વ્યક્તિઓ પૂરપાટ ઝડપે બાઈક ચલાવી જતા પોલીસ ચોકીમાં જ ઘુસી ગયા

0
3

છોટાઉદેપુર:

છોટાઉદેપુર જિલ્લાનાં પાવીજેતપુર તાલુકાનાં ડુંગરવાટ ગામે પોલીસ પ્રશાસન દ્વારા પોલીસ ચોકી બનાવવામાં આવેલ છે જ્યાં વાહન ચેકિંગ, દારૂની હેરાફેરી કે ગુનાહિત પ્રવૃતિઓને રોકવા માટે પોલીસ તેમજ હોમગાર્ડ સિક્યુરિટી પોઇન્ટ ફાળવવામાં આવતા હોય છે તેવી જગ્યાએ રવિવારનાં રોજ રાત્રે સાડા આઠેક વાગ્યાનાં અરસામાં બાઈક પર સવાર બે વ્યક્તિઓ પોતાની બાઈક લઈને પોતાના કામકાજ અર્થે પાવીજેતપુર તરફ આવવા નીકળ્યા હતા ત્યારે ડુંગરવાટ ચોકડી તરફ પુરપાટ ઝડપે પોતાની બાઈક ચલાવી આવતા હતા તે દરમિયાન રસ્તામાં અચાનક ભુંડ આવી જતા બાઇક ચાલકે બાઇક પરનો કાબુ ગુમાવી દેતાં બંને જણ પોલીસ ચોકીમાં બાઈક ઘુસી ગયા હતા અને બંને વ્યક્તિઓ બાઇક સાથે ચોકીની આરપાર નીકળી ગયા હતા આ ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડીને ગયા હતા.
પ્રાપ્ત માહિતીનુસાર બાઈક સવાર બંને વ્યક્તિઓ પોલીસ ચોકીમાં ઘૂસી જતાં તેઓને શરીર પર ભાગે નાની મોટી ઇજાઓ પહોંચી હતી જેથી બંને વ્યક્તિઓને સ્થાનિકોએ ૧૦૮ દ્વારા સારવાર અર્થે ડુંગરવાટ પીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા પછી અશ્વિનભાઈ ધુરસીંગભાઇ રાઠવા ને વધારે ઇજાઓ પહોંચતા પાવીજેતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વધુ સારવાર માટે ખસેડાયો હતો ત્યારબાદ સીટી સ્કેન કરાવવા માટે આશિર્વાદ હોસ્પિટલ બોડેલી ખાતે મોકલવામાં આવ્યા હતા પાવીજેતપુર પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી
હાલ બાઇક ચાલકે પોલીસ ચોકીમાં ઘૂસી જતાં પોલીસ ચોકીમાં પડેલી ખુરશી, ટેબલ પંખો આગળનાં ભાગની ફાયબર દીવાલ ટુટી જતાં ૧૫ હજાર રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું જેથી પોલીસે પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં જીજે.૩૪.ઇ.૯૩૯૭ નંબરના બાઈક ચાલક વિરૂધ્ધ ૨૭૯,૩૩૭,૪૨૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ:વિનેશ રાઠવા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here