પાલિકા ની ઢોર ડબ્બાની ટીમ દ્વારા રાત્રી ના સુમારે માર્ગો પર અડીંગો જમાવીને બેઠેલા 30 ઢોરોને ડબ્બે કરાયા…

0
11

પાલિકા ની ઢોર ડબ્બે કરવાની ઝૂંબેશ અવિરતપણે ચાલુ રાખી શહેરીજનોને રખડતાં ઢોરો નાં ત્રાસ માંથી મુક્તિ અપાવવા માંગ..

પાટણ ..તા.20 પાટણ શહેરમાં વધતા જતા રખડતાં ઢોરો ના ત્રાસને નિવારવા અનૈ શહેરીજનો ને ભોગવવી પડતી હાલાકી દૂર કરવા પાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રીના સુમારે અડીંગો જમાવીને બેઠેલા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં રાત્રીના 11-00 થી સવારના 4-00 કલાક સુધીમાં કુલ 30 જેટલા રખડતા ઢોરોને ડબ્બે પૂરીને શહેરની પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું પાલિકા ઢોર ડબ્બાના કારકુન જયેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું.છેલ્લા કેટલાક સમયથી પાટણ શહેરના વિવિધ વિસ્તારો સહિત મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તારોની સાથે સાથે મુખ્ય બજાર માર્ગો પર રખડતાં ઢોરો નો ત્રાસ શહેરીજનો માટે અસહ્ય બન્યો હોય.અને રાત્રી નાં સુમારે માગૅ વચ્ચોવચ અડીંગો જમાવીને બેઠેલા રખડતાં ઢોરો ગંદકી ફેલાવાની સાથે સાથે આવતા જતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે અકસ્માત નું કારણ બને તેવી સંભાવના રહેલી હોય જે બાબતે પાલિકા તંત્ર દ્વારા આવાં રખડતા અને રાત્રી નાં સુમારે માગૅ પર અડીંગો જમાવીને બેઠેલા રખડતાં ઢોરો ને ડબ્બે કરવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.પાલિકા ની ઢોર ડબ્બાની ટીમ દ્વારા રાત્રી નાં 11-00 થી 4-00 કલાકના સમયગાળામાં શહેરના જુદા જુદા વિસ્તારો માંથી 30 જેટલા રખડતાં ઢોરો ને ડબ્બે કરીને શહેર ની પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું ઢોર ડબ્બાના કારકુન જયેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું.પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરો નો ત્રાસ શહેરીજનો માટે અસહ્ય બન્યો હોય પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ઢોર ડબ્બાની ઝુંબેશ ને શહેરીજનો એ આવકારી આ ઝુંબેશ કાયમી ધોરણે ચાલું રાખી શહેરીજનોને રખડતાં ઢોરો ની સમસ્યા માથી કાયમી છુટકારો મળે તેવા પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે તેવી માંગ શહેરીજનો માં ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here