પાલનપુર…રતનપુર ગામે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ની પોથી યાત્રા માં ઉમટ્યું માનવ મહેરામણ…

0
5

બનાસકાંઠા…

માતા પિતા નાં જીવન પર્વ ની ઉજવણી નાં પ્રસંગે પ્રથમ દિવસે 10 હજાર લોકો એ લીધો ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો લાભ…

આજના આ આધુનિક યુગમાં અનેક વાર એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમોમાં મૂકીને જતા રહે છે …અનેક માતા પિતા એવા છે જેમણે દીકરાઓ માટે આખી જિંદગી મહેનત મજૂરી કરી મોટા કર્યા હોય કોઈને વ્યવસાયે લગાવ્યા તો કોઈને નોકરીએ લગાડ્યા પરંતુ એજ દીકરાઓ માટે માતા પિતા બોજ બની ગયા હોય અને ત્યારે તેમને બે ટંકનો રોટલો અને ઓટલો આપવા માટે પણ દીકરાઓ પાસે આજીજી કરવી પડતી હોય તેવા કિસ્સાઓ સમાજમાં સામે આવી રહ્યા છે તેવા સમયે પાલનપુરના રતનપુર ગામે ભટોળ પરિવારના બે પુત્રોએ પોતાના માતા પિતા નું શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજી જીવન પર્વ ઉજવી સમાજ જીવનને અને આજના યુવાનો ને એક અનોખો સંદેશો પાઠવ્યો છે..જેમાં હજારો લોકો જોડાયા હતા..

ધાર્મિક ગ્રંથોમાં માતા-પિતાને ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. અને એવું પણ કહેવાય છે કે જ્યારે પણ ભગવાનના મંદિરે લોકો દર્શન માટે જાય તેના પહેલા ઘરમાં દેવ સમાન પોતાના માતા પિતાને પગે લાગી નીકળે તેવું શાસ્ત્રોમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે અનેક સાહિત્યકારો કથાકારો તેમજ સાધુ સંતો પણ સમાજ જીવનમાં સંદેશો આપતા હોય છે .કે માતા પિતાની સેવા કરવી એ સૌથી મોટો ધર્મ છે પરંતુ આજના આધુનિક યુગમાં ક્યાંક ને ક્યાંક આ વાતો ભુલાઈ રહી છે અને જેના કારણે અનેક માતા-પિતાઓ ને દુઃખ સહન કરવાના પણ સમય આવ્યા છે અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે.

જેમાં દીકરા દ્વારા તરસોડાયેલા માટે પિતા વૃદ્ધાશ્રમો માં આશરો લઈ રહ્યા છે જોકે આજના આધુનિક યુગમાં માનવ ટેકનોલોજી માં અનેક રીતે આગળ તો વધી રહ્યો છે .સુખી સંપન્ન બની રહ્યો છે પરંતુ સંસ્કારોથી પાછળ રહી જતો દેખાઈ રહ્યો છે.. ત્યારે જે માતા પિતાએ પોતાના દીકરાઓ માટે આખી જિંદગી મહેનત મજૂરી કરી ભણાવી ગણાવીને તેમને પગભર કર્યા હોય એ જ માતા પિતાને જ્યારે ઘર છોડવાનું વારો આવે તે આજના સમાજ માટે ખૂબ દુઃખદ બાબત છે. ત્યારે પાલનપુરના રતનપુર ગામે ભટોળ પરિવારના બે પુત્રો દ્વારા પોતાના માતા-પિતાના જીવન પર્વને લઈને મોટી સંખ્યામાં લોકો પ્રેરણા લઈ શકે અને માતા પિતા ની સેવા માટે દરેક યુવાનો માં ભાવ જાગે માતા પિતા નું સન્માન વધે તે માટે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દ્વારા જીવન પર્વ નું આયોજન કરવામાં આવ્યું હતું.

વસંત ભાઈ નાં ઘરે થી પોથીયાત્રા નીકળી કથા સ્થળે પહોંચી હતી.જેમાં પ્રથમ દિવસે પોથી યાત્રા માં 10 હજાર થી વધુ સર્વ સમાજના લોકોએ ભાગ લીધો હતો.. અને આ પ્રસંગે લોકોએ કહ્યું કે હાલના આધુનિક સમયમાં જ્યારે દીકરાઓ પોતાના માતા પિતાની સેવા કરવા માટે પાછી પાની કરતા હોય છે.. માતા પિતાને તરસોડી દેતા હોય છે અને મજબૂર માતા પિતા વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બને છે તેવા સમયે રતનપુર ગામે આ ભટોળ પરિવાર દ્વારા પોતાના માતા પિતા નું જે જીવન પર્વ ઉજવી રહ્યા છે જે આજના અનેક યુવાનો માટે પ્રેરણા રૂપ બન્યું છે અને જેના સાક્ષી બનવા માટે અમે પણ આજે આ જ્ઞાન યજ્ઞ માં જોડાયા હતા જેની અમને ખુશી થાય છે..આ પ્રસંગે અનેક સાધુ સંતો રાજ્ય સભા સાંસદ બાબુ ભાઈ દેસાઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી વીરજી ભાઈ જુડાલ સહિત અનેક આગેવાનો યુવાનો બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here