પાલનપુર ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું…

0
27

૨૦૨૧ના વર્ષમાં પ્રગતિના પંથે આગળ વધી સમૃધ્ધ્ અને શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પબધ્ધ બનીએ…
-કલેકટરશ્રી આનંદ પટેલ


પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૭૨ માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીમાં બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીજય મહાપર્વ પ્રસંગે જિલ્લાવાસીઓને શુભેચ્છા પાઠવતાં કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, ગયા વર્ષે કોરોનાની વૈશ્વિક મહામારીથી આપણે સૌ પરેશાન હતાં. હવે ધીમે ધીમે કોરોનાના કેસો ઘટવા માંડ્યા છે ત્યારે ૨૦૨૧ના વર્ષમાં પ્રગતિના પંથે આગળ વધી સમૃધ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રક નિર્માણ માટે સંકલ્પબધ્ધ બનીએ. તેમણે મહામુલી આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર મહાન શહીદોને ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

કલેકટરશ્રીએ સ્વતંત્રતા સંગ્રામના મહાન યોધ્ધાક તેમજ સમગ્ર વિશ્વને સત્યર અને અહિંસાનો મહામંત્ર આપનાર પૂજય મહાત્મામ ગાંધીજી અને અખંડ ભારતના મહાન શિલ્પી સરદાર વલ્લસભભાઇ પટેલને યાદ કરી ગુજરાતી હોવું એ માટે ગૌરવની બાબત છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે બંધારણના ઘડવૈયા ર્ડા. બાબા સાહેબ આંબેડકરનું સ્મગરણ કરી મહાન ભારતીય સંવિધાનના નિર્માતા ર્ડા. બાબા સાહેબ આંબેડકર અને બંધારણ સમિતિની કામગીરીનો ઉલ્લેખ કરતાં કલેકટરશ્રીએ જણાવ્યું કે આજના દિવસે આપણે આપણું પોતાનું બંધારણ સ્વીકારી પ્રજાસત્તાક રાષ્ટ્ર્ બન્યા હતાં. એટલે જ આજના દિવસને સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહથી પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે કહ્યું કે, આઝાદી પછી આપણા દેશે વિવિધ ક્ષેત્રોમાં સિધ્ધિરઓનાં શિખરો સર કરી આજે વિશ્વભરમાં ગૌરવવંતુ સ્થાન હાંસલ કર્યુ છે. સમગ્ર વિશ્વમાં ભારતની મહાન લોકશાહી દેશ તરીકે ગણના થાય છે. જે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની બાબત છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

કલેકટરશ્રીએ કહ્યું કે, આપણા દેશના મહાન વૈજ્ઞાનિકો અને નિષ્ણાંંત સંશોધકોએ રાત-દિવસ અથાક મહેનત કરી દેશવાસીઓ માટે કોરોના વેક્શિનની શોધ કરી છે. જેનાથી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન થયું છે. વિકસીત દેશો પણ હજુ કોરોના વેક્શિન શોધવા પ્રયત્નોથ કરી રહ્યા છે ત્યાનરે આપણા દેશમાં કોરોના વેક્શિનનું સફળતાપૂર્વક સંશોધન કરીને લોકોને આયોજનપૂર્વક વેક્શિન આપવામાં આવી રહી છે તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, કોરોના વેક્શિન આવી છે પરંતું કોરોનાને આપણે સંપૂર્ણ દેશવટો ના આપીએ ત્યાંૂ સુધી પુરતી કાળજી રાખી માસ્કક પહેરીએ અને દો ગજ કી દુરી….નું પાલન જરૂર કરીએ તથા વારંવાર સાબુથી હાથ ધોવાનું ના ભૂલીએ. કલેકટરશ્રીએ જણાવ્યું કે, કોરોના વૈશ્વિક મહામારી સમયે સૌ દેશવાસીઓએ ખભેખભા મિલાવી મક્કમતાથી પ્રતિકાર કર્યો છે. આ વિકટ સમયે વહીવટીતંત્ર દ્વારા યુધ્ધસના ધોરણે દિવસ-રાત અથાક પ્રયાસો કરી લોકોના અમૂલ્યે જીવનને બચાવવાની સરાહનીય કામગીરી કરનાર સેવાભાવી સજ્જન નાગરિકો, સ્વૈચ્છીવક સંસ્થા ઓ, દાતાશ્રીઓના યોગદાનને બિરદાવી અભિનંદન પાઠવું છું.

કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, આપણું ગુજરાત રાજ્ય કૃષિ, શિક્ષણ, ઔધોગિક, વિકાસ, યુવાનોને રોજગારી આપવા સહિત ઘણાં બધા ક્ષેત્રોમાં દેશમાં પ્રથમ સ્થાૃને છે ત્યારે આજના સાયન્સ અને ટેકનોલોજીના સમયમાં દિકરા- દિકરીનો જરાપણ ભેદભાવ રાખ્યા સિવાય બાળકોનો સમાનતાથી ઉછેર કરી ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીને પરિવાર અને સમાજમાં સુખ-સમૃધ્ધિ લાવીએ.

કલેકટરશ્રીએ બનાસકાંઠા જિલ્લાના વિકાસની વાત કરતાં જણાવ્યું કે, ભૂતકાળમાં પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લારએ હવે રાજય, રાષ્ટ્રક અને આંતરરાષ્ટ્રી ય કક્ષાએ જવલંત સિધ્ધિ્ઓ પ્રાપ્ત કરી છે. જિલ્લાેમાં સંખ્યારબંધ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થયો છે. સરસ પાકા રસ્તારઓ, ઠેર ઠેર શાળાઓ, કોલેજો, છેવાડાના વિસ્તાારો સુધી પુરતી સંખ્યાતમાં આરોગ્યવની સુવિધાઓ, ચોવીસ કલાક વીજળીની સુવિધા અને સાક્ષરતાદરમાં નોંધપાત્ર સુધારાને લીધે આવતીકાલ ઉજ્જવળ અને સુખમય બનવાની છે.

કલેક્ટરશ્રીએ કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં ખેતી સાથે પશુપાલન ક્ષેત્રમાં પણ વિક્રમજનક પ્રગતિ થઇ છે. જિલ્લાહના પશુપાલકો મબલખ દૂધ ઉત્પાલદન કરી રહ્યા છે. દૂધ સંપાદનમાં બનાસ ડેરી સમગ્ર એશિયામાં પ્રથમ સ્થાહને છે. બનાસકાંઠા જિલ્લાપના ગ્રામીણ વિસ્તાંરોમાં જઇએ ત્યાંરે શ્વેતક્રાન્તિિથી આવેલ સમૃધ્ધિા અને સુખાકારી જોઇને આનંદ થાય છે તેમ તેમણે જણાવ્યું હતું.

કલેકટરશ્રીએ જણાવ્યું કે, નર્મદાનાં પવિત્ર નીરની બનાસકાંઠામાં પધરામણી થતાં જિલ્લાનો પશ્વિમ વિસ્તાર કે જે અગાઉ સૂકો અને રણ વિસ્તાર ગણાતો હતો તે હવે હરીયાળો અને સમૃધ્ધન બન્યો છે. તેમણે કહ્યું કે, ભારત-પાકિસ્તાસન આંતરરાષ્ટ્રિ ય બોર્ડર પર રાત, દિવસ, ગરમી, ઠંડી કે ગમે તેવા વાતાવરણમાં પોતાના જાનની પણ પરવા કર્યા વિના ખડેપગે આપણા દેશની સીમાઓનું રક્ષણ કરતાં જવાનોને વંદન કરી તેમની રાષ્ટ્ર ભાવનાને સલામ કરું છું.

આ પ્રસંગે રાષ્ટ્રનપતિ મેડલ મેળવનાર નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.કે.પટેલ, સમાજ સેવા ક્ષેત્રે ડીસાના દાતા શ્રી પી. એન. માળી, બાળ સુરક્ષા ક્ષેત્રે શ્રી ર્ડા. એમ.વી.મેણાત, એનાઉન્સર શ્રી નિરૂબા રાજપૂત અને શ્રી મેહુલભાઇ જોષી સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટં કામગીરી કરનારા વ્યક્તિઓનું કલેક્ટરશ્રી દ્વારા મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ, પાલનપુર પ્રાંત અધિકારીશ્રી એસ. ડી. ગિલવા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.કે.પટેલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એસ.જે.ચાવડા, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી ડાહ્યાભાઇ પિલીયાતર, શ્રી રમેશભાઇ પટેલ, શ્રી ગોવિંદભાઇ પ્રજાપતિ સહિત જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ જવાનો ઉપસ્થિલત રહ્યાં હતાં.

વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટપ કામગીરી કરનારા વ્યક્તિઓનું
કલેકટરશ્રી દ્વારા મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું
(માહિતી બ્યુરો, પાલનપુર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here