પાલનપુર ખાતે કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

0
1


ધારાસભ્યશ્રીઓ દ્વારા વિવિધ વિભાગોને પૂછવામાં આવેલ પ્રશ્નનોની ચર્ચા કરવામાં આવી

પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓએ પૂછેલા પ્રશ્નોના પાઠવેલ જવાબો પરત્વે અને જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો બાબતે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ અધિકારીઓને તમામ જનપ્રતિનિધિઓ તથા પદાધિકારીશ્રીઓને એમના પ્રશ્નોના જવાબ ઈમેલ પર અચૂક મળી જાય એની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓ દ્વારા માર્ગ-મકાન, સિંચાઇ, શિક્ષણ, આરોગ્ય, ભૂસ્તર વિભાગ, રેલ્વે સહિતના વિવિધ વિભાગોની રજૂઆત અંગે અધિકારીશ્રીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત સંકલન સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો બાબતે પણ ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો હતો. કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલે તમામ પ્રશ્નોની સમીક્ષા કરી સરકારી વિભાગો વચ્ચેના સંકલનને સુદ્રઢ બનાવી જલ્દી પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્યો સર્વશ્રી શ્રીમતી ગેનીબેન ઠાકોર, શ્રી કાંતિભાઇ ખરાડી, માવજીભાઈ દેસાઈ, શ્રી અમૃતજી ઠાકોર, શ્રી જીજ્ઞેશભાઇ મેવાણી જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નાયબ વન સંરક્ષકશ્રી અભયકુમાર સિંઘ, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી આર.એન.પંડ્યા, પ્રોબેશનર મદદનીશ કલેકટર શ્રી સ્વપ્નિલ સિસ્લે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઈ.શેખ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here