પાલનપુરપાલનપુર શહેરમાં વોર્ડ નંબર 5 ના રહીશોએ નગરપાલિકા ખાતે અનોખો વિરોધ દર્શાવ્યો

0
6

ગંદકી અને ખરાબ રસ્તા થી કંટાળેલા લોકોએ નગરપાલિકાના સત્તાધીશો ને જગાડવા માટે થાળીઓ વગાડી તંત્ર સામે રોષ ઠાલવ્યોપાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 5 ના રહીશો છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે

આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સફાઈનો અભાવ છે સમય કામદારો પણ સમયસર ન આવતા અહિના માર્ગો ગંદકીથી ખદબદી ગયા છે આ અંગે જ્યારે સ્થાનિક રહીશો સોશિયલ મીડિયા મારફતે અથવા તો નગરસેવકોને જાણ કરે છે ત્યારે નગરસેવકો ઊલટા ચોર કોટવાલ કો ડાટે ની નીતિ અપનાવે છે અને અરજદારોને ની સામે જ ફરિયાદ કરવાની ધમકીઓ આપે છે

આથી કંટાળેલા વોડ નંબર પાંચના રહીશોનું ટોળું આજે નગરપાલિકા કચેરીએ ધસી આવ્યું હતું અને પાલિકાના સત્તાધીશોને જગાડવા માટે થાળી વગાડી વિરોધ દર્શાવ્યો હતો.અને સ્થાનિક નગરસેવકો અને નગરપાલિકાના સત્તાધીશો વિરોધમાં સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ અંગે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે અમે તેમની રજૂઆત સાંભળી છે અને બને તેટલા વહેલઈ તકે સમસ્યા હલ કરવા નો પ્રયાસ કરીશું. વધુમાં જણાવ્યું હતું કે અન્ય વિસ્તાર કરતા આ વિસ્તારમાંથી વેરો માત્ર 30 ટકા જેટલો જ આવે છે ત્યારે લોકોએ પણ જાગૃતિ દાખવી સમયસર વેરો ભરવો જોઈએ.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here