પાલનપુરના યુવા દિગ્દર્શકની શોર્ટ ફિલ્મને મળ્યો ઇન્ટરનેશનલ એવોર્ડ

0
9


કલાનગરી પાલનપુરના યુવા દિગ્દર્શક મિલન બારોટે થોડાક સમય અગાઉ દાયણ નામની શોર્ટ ફિલ્મનું દિગ્દર્શન કર્યુ હતું. આ શોર્ટ ફિલ્મને કે.બી ઈન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલમાં મોકલવામાં આવી હતી.આ સ્પર્ધામાં અંદાજીત 270 જેટલી શોર્ટ ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મો દેશ અને વિદેશમાંથી આવી હતી.આ સ્પર્ધામાં મિલન બારોટની શોર્ટ ફિલ્મ ‘દાયણ’ બેસ્ટ મોબાઇલ શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીતવામાં સફળ રહી હતી.આ ઉપરાંત થોડા દિવસ અગાઉ તેમની આ શોર્ટ ફિલ્મ ‘ઇન્ડિયન ક્રિયેટિવ માઇન્ડ ફિલ્મ ફેસ્ટિવલ’માં લગભગ 300થી વધારે શોર્ટ ફિલ્મની સ્પર્ધામાં ‘બેસ્ટ શોર્ટ ફિલ્મ’નો એવોર્ડ તેમજ રેડ એફ.એમ મોબાઈલ ફિલ્મ પ્રોજેક્ટમાં ‘મોસ્ટ પોપ્યુલર શોર્ટફિલ્મ’તરીકેનો એવોર્ડ પણ જીતી ચૂકી છે. આ શોર્ટ ફિલ્મના સુંદર દિગ્દર્શન બદલ પાલનપુરના યુવા દિગ્દર્શક મિલન બારોટને આ સિધ્ધિ માટે અભિનંદન મળી રહ્યા છે. વાસુદેવ મકવાણા અને ઋતુ વ્યાસે આ શોર્ટ ફિલ્મમાં મુખ્ય અભિનય કર્યો છે. આ સિવાય જય રાવલ, ધૃવ જોષી, મુનેશે પણ સહાયક અભિનેતાની ભૂમિકા ભજવી હતી.આ ફિલ્મની સુંદર સ્ટોરી મહિસાગર જિલ્લાના ખાનપુર ગામના તેમજ હાલ બનાસકાંઠાની વડગામ તાલુકાની શ્રી યુ.એચ.ચૌધરી આર્ટસ કોલેજમાં અધ્યાપક તરીકે સેવા બજાવનાર વિપુલ જોષીએ લખી છે.ટીમ પાક્કો પાલનપુરીને આ એવોર્ડ જીતવા બદલ તેમજ પાલનપુર અને બનાસકાંઠાનું સમગ્ર દેશમાં ગૌરવ વધારવા બદલ અભિનંદન મળી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here