પાલનપુરના ધાણધા ગામના બે નિવૃત સૈનિક નું વાજતે ગાજતે ગ્રામજનો એ સ્વાગત કર્યું હતું.

0
24

બનાસકાંઠાના ધાણધા ગામના દિલીપસિંહ ચાવડા અને યાસીનખાન સિન્ધી ૧૭ વર્ષ આર્મીમાં દેશ સેવા કરી નિવૃત થતા ધ્રાણધાના વિવિધ સંગઠનો તેમજ આજુ બાજુ વિસ્તાર ના લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

દેશ સેવા કરી પરત ફરી રહેલા દિલીપસિંહ ચાવડા અને યાસીનખાન સિન્ધી એ પોતાનું સ્વાગત અને લોકોનો એમના પ્રત્યે પ્રેમ ભાવ જોઈ હરખ ના આંસુ આંખમાં આવ્યા હતા .

ધાણધા ગામ ના સરપંચ અનુબેન મહેશભાઈ મોર સહિત અનેક લોકો એ બંન્ને રિટાયર્ડ આર્મી જવાનો નૂ શાલ ઓઢાડીને તથા ફૂલહાર પહેરાવી સ્વાગત કરેલ. ગામના Ex. army man લક્ષ્મણભાઈ ચૌધરી અને ભીખાભાઈ મગલાણી એ પણ ઉમળકા ભેર સ્વાગત કર્યુ હતુ.

આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગ્રામજનો પરેશભાઈ ચૌધરી. ભીખાભાઈ ચૌધરી. અમિન ખાન ઘાસુરા. મોઘજી ભાઈ કોરોટ.કે.સી.આસોડિયા વિગેરે એ પ્રાસંગિક પ્રવચન કરી શુભકામના પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here