પાટણ સરસ્વતી નદી કાંઠે આવેલ મેલડી માતાના મંદિરે વિધાનસભાની ટીફીન બેઠક યોજાઇ

0
3

આજરોજ આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ બેઠકો યોજી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ દરેક વિધાનસભા ક્ષેત્રમાં 16મી જુલાઈએ ટીફીન બેઠક યોજાવા સૂચન કર્યું હતું.જેના ભાગરૂપેદેશના સૌથી વધુ લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી @narendramodi સાહેબના સબળ નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળ 9 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને પાટણ જિલ્લા ભાજપ દ્વારાં શ્રી મેલડી માતાનાં મંદિર મુકામે આયોજિત પાટણ વિધાનસભાની “ટિફીન બેઠક”માં છેલ્લા 9 વર્ષ દરમિયાન મોદી સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરી. પાટણ શહેરના સરસ્વતી નદીના પટ્ટમાં આવેલ મેલડી માતાના મંદિર પરિસર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરની ઉપસ્થિતિમાં ટીફીન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ ભાજપ કે.સી.પટેલ,રાજ્ય સરકાર ના પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય ડો રાજુલબેન દેસાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ,સ્નેહલભાઈ પટેલ,મોહનભાઇ પટેલ,, સોવનજી ઠાકોર, મગનભાઈ પટેલ, કિશોરભાઈ મહેશ્વરી,ભાવેશભાઈ સહિત અપેક્ષિત હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ગીરીશભાઈ મોદીએ કર્યું હતું આ કાર્યક્રમના વ્યવસ્થાની જવાબદારી યુવા મોરચાના કાર્યકર્તા મિત્રો સંભાળી હતી
પાટણ લોકસભા મીડિયા ઇન્ચાર્જ જયેશ દરજી .ગોવિંદ પ્રજાપતિ પુષ્કર ગોસ્વામી

રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here