પાટણ સમાજ કલ્યાણ કચેરીમાં ફરજ બજાવતો નિરીક્ષક વર્ગ-3 નો કર્મચારી રૂ. 5 હજારની લાંચ લેતા ઝડપાયો

0
5

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

ACBની સફળ ટ્રેપ:

પાટણ સમાજ કલ્યાણ કચેરીમાં નિરીક્ષક વર્ગ 3ના કર્મચારી તરીકે ફરજ બજાવતા ચૌધરી સુનિલ ખોડાભાઈ સોમવારે જિલ્લા પંચાયત કચેરી પાટણ ખાતે અરજદાર પાસેથી રૂપિયા 5000ની લાંચ સ્વીકારતા લાંચ રુશ્વતની ટીમના રંગે હાથ ઝડપાઈ જતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

આ બાબતે મળતી માહિતી મુજબ આ કામના ફરિયાદીને ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન સહાયના ત્રીજા હપ્તાના ચેક જમા કરાવવાના પેટે આ કામના આક્ષેપિ ફરિયાદી પાસે રૂપિયા 5 હજારની લાંચની માંગણી કરેલ હતી . જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ ACB નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 5 હજારની લાંચની માંગણી કરી, રૂા 5 હજાર ની રકમ જિલ્લા પંચાયત કચેરી પાટણ ખાતે સ્વીકારતા એસીબી ટીમે તેને સ્થળ ઉપરથી લાચ લેતા રંગે હાથ આરોપીને ઝડપી પાડયો હતો.જે બાદ એ.સી.બી.એ તેની અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here