પાટણ શિહોરી ત્રણ રસ્તા પાસે બાઈક અને ઈકો ગાડી વચ્ચે અકસ્માત, એકનું મોત

0
19

કાંકરેજ તાલુકાના રાનેર ગામના બાઈક ચાલકનું મોત નિપજ્યું
પાટણ જિલ્લામાં અકસ્માતો બનાવ વધી રહ્યા છે. ત્યારે પાટણ શિહોરી હાઈવે નજીક બાઈક અને ઇક્કો ગાડી વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઈક ચાલકનું મોત થયું હતું.
પાટણ શિહોરી હાઈવે નજીક મોડી રાત્રે બાઇક નંબર (GJ-08-BJ-6536)ના ચાલક અને ઇક્કો કાર નંબર (GJ-02-CP-0728)વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાંકરેજ તાલુકાના રાનેર ગામના બાઈક ચાલકનું મોત નિપજયું હતું. અકસ્માતની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતકની લાશને પીએમ માટે ખસેડવામાં આવી હતી.
રીપોટર.કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here