પાટણ શહેર અને તાલુકા નાં અનુસુચિત જાતિ જનજાતિ નાં લોકો માટે સેવા સેતુ કાયૅક્રમ યોજાયો…

0
2

અનુસુચિત જાતિ જનજાતિ ના લોકો એ એક જ સ્થળેથી મળતી સરકારી યોજનાઓ નો લાભ લીધો..

પાટણ તા.10
પાટણ શહેર તથા તાલુકામાં વસતા અનુસૂચિત જનજાતિના નાગરીકોને રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તે માટે પાટણની તારાબેન પ્રાથમિક કન્યા શાળા ખાતે રવિવારના રોજ નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો .
વનબંધુઓના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા વિકાસને ધ્યાનમાં રાખીને રાજય સરકારે વિવિધ કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજાનાઓ અમલી બનાવી છે .
આ પરિણામલક્ષી અને પારદર્શી યોજનાઓને લોકાભિમુખ બનાવવા રાજય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિ સમુદાયના લાભાર્થે પાટણ ખાતે વિશેષ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે , રાશનકાર્ડ , શ્રમિક કાર્ડ , જાતિનું પ્રમાણપત્ર , વિધવા સહાય તથા વૃદ્ધ સહાય સહિતના લાભોની અરજીઓ સ્વીકારી સ્થળ પર જ તેનો નિકાલ કરવામાં આવ્યો હતો .
આ કાર્યક્રમમાં પાટણ શહેર સહિત નગરપાલિકા હદ વિસ્તારમાં સમાવિષ્ટ અનુસૂચિત જાતિ જનજાતિના નાગરીકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
આ સેવાસેતુ કાયૅક્રમ ની જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી એ મુલાકાત લઈ કામગીરી નિહાળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here