પાટણ વાલ્મિકી સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં ઉદાર હાથે સખાવત અપૅણ કરી સહભાગી બનતાં ડો. વ્યોમેશ શાહ..

0
1

નાના સમાજના સમૂહ લગ્નમાં સહભાગી બનેલા ડો.વી.એમ.શાહની ઉદારતાને સમાજ આગેવાનો એ સરાહી..

પાટણ તા. ૧૮
પાટણ શહેર વાલ્મિકી સમાજ દ્વારા પ્રથમ વખત સમાજની 11 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ નું આયોજન આગામી તા. 24 ફેબ્રુઆરી ના રોજ કરવામાં આવ્યું છે.
શ્રી વાલ્મિકી સમાજ પાટણ દ્વારા સૌપ્રથમવાર આયોજિત કરાયેલા આ સમૂહ લગ્નોત્સવ ને સફળ બનાવવા પાટણ વાલ્મિકી સમાજ સેવા વિકાસ મંડળ અને શ્રી જાહેર વિકાસ ટ્રસ્ટ ના કાર્યકર્તા
ઓ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે અને સમાજના આગેવાનો સમાજની 11 દીકરીઓને સમુહ લગ્ન દરમિયાન સારું કરિયાવર મળે તે માટે દાતા પરિવારો નો સંપર્ક કરી સખાવત એકત્ર કરી રહ્યા છે.
ત્યારે પાટણ શહેર ના સુભદ્રા નગરમાં આવેલી અવની હોસ્પિટલના જાણીતા સેવાભાવી તબીબ ડોક્ટર વ્યોમેશ શાહની વાલ્મિકી સમાજના આગેવાનોએ મુલાકાત લઈ વાલ્મીકિ સમાજના પ્રથમ સમૂહ લગ્ન ના આયોજનમાં સહભાગી બનવા અપીલ કરતાં ડોક્ટર વ્યોમેશ શાહ દ્વારા ઉદાર હાથે વાલ્મિકી સમાજના આગેવાનોને સખાવત અર્પણ કરતા વાલ્મિકી સમાજના આગેવાનોએ ડોક્ટર વ્યોમેશભાઈ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ . કમલેશ પટેલ . પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here