પાટણ વનાસણ નજીક તેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું..

0
38
પશુને બચાવવા જતા ટેન્કર પલટી મારી જાત હજારો લીટર તેલ ઢોળાયું…
આજુબાજુ ના લોકો તેલ લેવા ડોલો અને કેન લઈ દોડી આવ્યા…
પાટણ તા 28
પાટણ સિદ્ધપુર હાઇવે પર વનાસન નજીક પશુને બચાવવા જતા શુક્રવારના રોજ તેલ ભરેલું ટેન્કર પલટી મારી જતા આજુ બાજુના લોકો તેલ લેવા માટે દોડી આવી પડા પડી કરી હતી તો પોલીસ ને બનાવની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી.
બનાવની મળતી હકીકત મુજબ પાટણ સિદ્ધપુર હાઇવે પર શુક્રવારે સવારે ગાંધીધામ થી સિદ્ધપુર ગોકુલ રિફાઇનરી ફેક્ટરી માં જતું તેલ ભરેલું ટેન્કર પશુ ને બચાવવા જતા સ્ટેરીગ પરનો કાબૂ ગુમાવતા તેલ ભરેલી ટેન્કર પલટી મારી ગયું હતું જેમાં અંદાજે 39 હજાર લીટર તેલ ઢોળાઈ ગયું હતું.
બનાવ ની જાણ આજુબાજુ ના લોકો ને થતા તેલ લેવા માટે દોડી આવ્યા હતા અને ડોલે ડોલે તેલ ના ડબ્બા અને કેન માં ભરી લઈ ગયા હતા. તો બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકો ને દૂર કરી ક્રેન મારફતે ટેન્કર સીધું કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
રીપોટર. કમલેશ પટેલ.પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here