પાટણ લાયન્સ પરિવાર દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે એકત્ર કરવામાં આવેલ ફાળો હરિ ઓમ ગૌશાળા ને અપૅણ કરાયો..

0
4

પાટણ તા.31
ઉતરાયણ પર્વ નિમિત્તે પાટણ બગવાડા દરવાજા ખાતે લાયન્સ ક્લબના મિત્રો દ્વારા ગૌમાતા ની સેવાર્થે દાન ઉઘરાવવામાં આવે છે જે ચાલુ વર્ષે પણ સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવી હતી. ત્યારે આ વર્ષે પણ પાટણ લાયન્સ ક્લબ દ્વારા આ ધર્મકાર્ય માટે રૂપિયા 24500 ની રકમ એકત્રિત કરી સોમવારના પવિત્ર દિવસે અનાવાડા ખાતે આવેલ હરિઓમ ગૌશાળાને દાન અપૅણ કરવામાં આવ્યું હતું.


પાટણ લાયન્સ ક્લબના સભ્યો દ્વારા હરિ ઓમ ગૌશાળા નાં લાભાથૅ એકત્ર કરવામાં આવેલ રકમ ગૌશાળા ને અપૅણ કરાતાં તમામ ગૌ ભક્તો સહિત હરિઓમ ગૌશાળા નાં સંચાલકો એ લાયન્સ કલબ પાટણ પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો.
રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here