પાટણ રોટલીયા હનુમાન મંદિરે ચાલી રહેલી અખંડ રામધૂન મા અત્યાર સુધીમાં પાટણ સહિત ૧૭ ગામના ૫૦૦૦ રામ ભક્તો સહભાગી બન્યા..

0
0

અંતિમ ચરણોમાં પહોચેલી અખંડ રામધૂન ના પવિત્ર કાયૅ નો લાભ લેવા રોટલીયા હનુમાન સેવકો ની અપીલ..

પાટણ તા. ૨૦
અયોધ્યાપુરી માં શ્રી રામ મંદિર ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા આગામી તા 22 જાન્યુઆરી એ થવા જઈ રહી છે ત્યારે પાટણ ના
શ્રી રોટલીયા હનુમાન મંદિર ખાતે તા 16 થી 22 સુધી અખંડ રામ ધૂન ભક્તિ સભર માહોલ મા ચાલી રહી છે.
પાટણ ના રોટલીયા હનુમાન દાદા ને માત્ર રોટલો કે રોટલીજ પ્રસાદ માં ચઢે છે એટલે તો આવું જગત નું પ્રથમ મંદિર ગણાય છે.ત્યારે રોટલીયા હનુમાન મંદિર ના સેવકો દ્રારા ભગવાન શ્રી રામચંદ્રજી ની અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણીમાં સહભાગી બનવા તા. ૧૬ થી તા. ૨૨ સુધી આયોજિત કરવામાં આવેલ અખંડ રામધૂન મા અત્યાર સુધીમાં પાટણ શહેર સહિત આજુબાજુ
ના ૧૭ ગામના ૫૦૦૦ થી વધુ રામ ભકતો દ્રારા અખંડ રામધૂન મા સહભાગી બની ભગવાન શ્રી રામચંદ્રજી સાથે શ્રી રોટલીયા હનુમાન દાદાના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરી ધનયભાગ બન્યા છે ત્યારે હવે અંતિમ ચરણોમાં અંખડ રામધૂન નો પ્રસંગ પહોચ્યો હોય પાટણ શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના રામ ભકતો ને આ અખંડ રામધૂન મા સહભાગી બનવા શ્રી રોટલીયા હનુમાન મંદિર ના સેવક સ્નેહલ ભાઈ પટેલે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here