પાટણ યુનિ.માં ઇન્ટીગ્રેટેડ બી એ સી ,એમ એસ સી માં પ્રવેશ માટે છાત્રો નો ઘસારો વધ્યો…

0
3

ગત વર્ષે બે વિષયમાં માત્ર 8 છાત્રો હતા આ વર્ષે 65 છાત્રો એ પ્રવેશ માટે અરજી કરી.. પાટણ તા.16પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ધો 12 સાયન્સ બાદ ઉજજવળ કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે બીએસસી અને એમએસસી સમકક્ષ લાઇફ સાયન્સ અને કેમેસ્ટ્રી જેવા બે વિષયોમાં ઇન્ટીગ્રેટેડ બી એ સી ,એમ એસ સી ની ડિગ્રી માટે નો અભ્યાસ ક્રમ શરુ કરવામાં આવ્યો છે . જેમાં આ વર્ષે આ કોર્ષ માં પ્રવેશ માટે છાત્રો નો ઘસારો જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું .પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ગત વર્ષ થી ધો 12 સાયન્સ પછી સાયન્સ માં ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા કેમેસ્ટ્રી અને લાઇફ સાયન્સ જેવા વિષયોમાં ઇન્ટીગ્રેટેડ માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમ શરુ કરવામાં આવ્યો છે જેમાં એકવાર વિદ્યાર્થીએ એડમીશન કરાવ્યા બાદ પાંચ વર્ષ પૂર્ણ થતાં આ અભ્યાસક્રમ ની માસ્ટર ડિગ્રી મેળવી શકાય છે . તો સાથે સાથે આ કોર્ષમાં ક્રેડીટ પણ વધારે આપવામાં આવે છે. જેથી સાયન્સમાં વિદ્યાર્થી પોતાની ઉજજવળ કારકિર્દી બનાવી શકે છે . ગત વર્ષે બને કોર્ષ માં ત્રીસ ત્રીસ બેઠકો ફાળવવામાં આવી હતી તેની સામે લાઈફ સાયન્સ માં 6 આ કેમેસ્ટ્રી માં 2 મળી કુલ 8 વિદ્યાર્થીઓ એ પ્રવેશ મેળવ્યો હતો . જ્યારે આ વર્ષે કેમેસ્ટ્રી વિષયમાં પ્રવેશ મેળવવા માટે 40 વિદ્યાર્થીઓની અરજીઓ રજીસ્ટ્રેશન થવા પામી છે . જ્યારે લાઇફ સાયન્સ વિષયમાં 25 અરજીઓ નોંધાવા પામી હોવાનું યુનિવર્સિટી નાં સુત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here