પાટણ માર્કેટયાર્ડમાં રોજની ૧૮થી ૨૦ હજાર બોરી કપાસની આવક થતાં માર્કેટયાર્ડમા સફેદ ચાદર પથરાઇ હોય તેવો માહોલ સર્જાયો..

0
4

કપાસની સાથે સાથે એરંડાની પણ મબલખ આવક : ખેડૂતો ને પોષણક્ષમ ભાવ મળતા ચહેરા મલકાયા..

પાટણ તા.૨૭
દિવાળી નાં તહેવારો નજીક આવતાં પાટણ માર્કેટયાર્ડમાં કપાસ અને એરંડા સહિતના માલની આવક વધતાં માર્કેટયાર્ડમા સફેદ ચાદર પથરાઇ હોય તેઓ માહોલ જોવા મળ્યો છે તો પાટણ જિલ્લા નાં ખેડૂતો પણ દિવાળી પૂર્વને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં કપાસ અને એરંડાના વેચાણ માટે ખાનગી વાહનોમાં આવતાં માર્કેટયાર્ડમા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જોકે ખેડૂતો ને કપાસ અને એરંડા નાં પોષણક્ષમ ભાવો મળતાં ખેડૂતો નાં ચહેરા પણ દિવાળી પૂર્વ મલકાતાં જોવા મળ્યા હતા.
પાટણ પંથકનાં જગતના તાત દ્વારા દિવાળી પર્વને ઉજવવા પોતાના કપાસ અને એરંડા ની ઉપજ પાટણ માર્કેટયાર્ડમાં વેચાણ માટે લવાતા પાટણ માર્કેટયાર્ડમાં જાણે સફેદ ચાદર પથરાઇ હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે પાટણ માર્કેટયાર્ડમાં રોજની ૩૦ થી ૩૨ જેટલી ગાડીઓ માં અંદાજિત ૧૮ હજાર થી ૨૦ હજાર બોરી કપાસની આવક શરૂ થઇ હોવાની સાથે મણે કપાસનાં ભાવ રૂ. ૧૨૦૦ થી લઈને રૂ.૧૬૭૫ પડ્યા હોય ખેડૂતો ને પોષણક્ષમ ભાવ મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું તો એરંડા ની પણ પ્રતિદિન ૩૭ થી ૩૮ હજાર બોરી ની આવક સામે મણે રૂ. ૧૨૪૫ થી રૂ.૧૨૭૪ પડ્યા હોવાનું માકેટયાડૅ નાં સુત્રોએ જણાવ્યું હતું.
પાટણ માર્કેટયાર્ડમાં વહેલી સવારથી જ કપાસ અને એરંડા ની મબલખ આવક થતાં વાહનો ચક્કાજામ સાથે માર્કેટયાર્ડમા સફેદ ચાદર પથરાઇ હોય તેવું જોવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here