પાટણ મામલતદાર કચેરી દ્વારા મોકડ્રીલ નું આયોજન કરાયું…

0
2

કમલીવાડા ગામે જર્જરીત મકાન ધરાશાયી થતા બે લોકો દટાયા :108 દ્વારા તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા..

પાટણ તા.૫
પાટણ મામલતદાર કચેરી વિભાગ દ્વારા મંગળવારના રોજ મોકડ્રીલનુ આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ તાલુકાના કમલીવાડા ગામમાં મકાન પડતાં મકાન નીચે દટાયેલ ૨ વ્યક્તિ ને બહાર કાઢી સારવાર અર્થે ૧૦૮ દ્વારા મોકલીને બચાવ અને રાહત કાર્ય મામલે મામલતદાર વિભાગ દ્વારા મોકડ્રીલ કરવામાં આવ્યું હતું તો વરસાદ બાદ કાચા કે અન્ય કોઇ મકાન ઘરાસાઇ થાય તો કેવી રીતે લોકોને રાહત અને બચાવ કરી શકાય તેને લઇને મામલતદાર ચાર્મીબેન પટેલના માર્ગદર્શન હેઠળ થયેલ મોકડ્રિલ માં નાયબ મામલતદાર ડિઝાસ્ટર ધ્વનિત ઠાકર, ગામના તલાટી કેતુલભાઈ, રેવન્યુ તલાટી આરતીબેન, ૧૦૮ ટીમ તથા ગામના હેલ્થ વર્કર આકાશભાઈ સહિતના અઘિકારીઓ અને કર્મચારીઓ હાજર રહેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here