પાટણ પંથકના ખેડૂતો સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ બનાવવા માંગ..

0
3

પાટણના ધારાસભ્ય દ્વારા રાજ્યના કૃષિમંત્રી ને રૂબરૂ મળી રજૂઆત કરાઈ…

પાટણ તા.12
પાટણ પંથક સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં હાલમાં યુરિયા ખાતરની અછતને લઇને ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે પાટણ પંથકના ખેડૂતો સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તેવી રજૂઆત બુધવારના રોજ પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલે ગાંધીનગર ખાતે રાજ્યના કૃષિ મંત્રી ને રૂબરૂ મળી ઉત્તર ગુજરાતના ખેડૂતોને તાત્કાલિક ધોરણે યુરિયા ખાતર ઉપલબ્ધ બને તેવી રજૂઆત કરવામાં આવી હતી.
પાટણના ધારાસભ્ય દ્વારા કૃષિ મંત્રીને રજૂઆત કર્યા બાદ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હાલમાં ઉત્તર ગુજરાતનો યુરિયા ખાતરનો જથ્થો ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ જથ્થો ઉત્તર પ્રદેશ માં મોકલવામાં આવી રહ્યા છે. જેના કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને સમયસર યુરિયા ખાતર ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.
એક તરફ ઉત્તર ગુજરાતમાં માવઠાની અસર છે જેના કારણે ખેડૂતોના વાવેતર કરાયેલ પાકોને અસર થઇ રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતોને તાત્કાલિક ધોરણે યુરિયા ખાતર પૂરું પાડવામાં આવે તેવી રજૂઆત તેઓ દ્વારા રાજ્યના કૃષિ મંત્રી સમક્ષ કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here