પાટણ ની ઈન્દ્રલોક સોસાયટી માં પાકૅ કરેલ સાયકલ ચોરી કરતો લબર મુછીયો યુવાન સીસીટીવી માં કેદ થયો..

0
12

સાયકલ માલિક દ્વારા બી ડિવિઝન પોલીસ ને સીસીટીવી ફૂટેજ સાથે લેખિત અરજી આપી સાયકલ ચોર ને પકડી પોતાની સાયકલ પરત અપાવવા રજૂઆત કરી..

પાટણ તા‌.31
પાટણ શહેર નાં મોટીસરા ખાતે રહેતા અને સંડેર મુકામે નોકરી કરતા દિનેશભાઈ મફતલાલ મકવાણા પોતાના ઘરેથી નિત્ય સવારે સાયકલ લઈને શહેરના લીલીવાડી નજીક આવેલ ઈન્દ્રલોક સોસાયટી નાં બ્લોક નં 11 માં રહેતા તેમનાં સંબંધી પરેશભાઈ સેવંતીલાલ મકવાણા નાં ધર આગળ પોતાની સાયકલ પાકૅ કરી સંડેર મુકામે નોકરી કરવા જાય છે અને સાંજે નોકરી એથી પરત ફરી પોતાની સાયકલ પર તેઓનાં મોટીસરા ખાતે નાં નિવાસ સ્થાને જતાં હોય છે ત્યારે ગતરોજ નિત્યક્રમ મુજબ તેઓ પોતાની સાયકલ ઈન્દ્રલોક સોસાયટી માં પાકૅ કરી સંડેર મુકામે નોકરી ગયા હતા અને સાંજે નોકરી પરથી પરત આવી ઈન્દ્ર લોકમા પાકૅ કરેલ પોતાની સાયકલ લેવા જતા તેઓની સાયકલ જોવાં નહીં મળતા તેઓએ પોતાના સંબંધીના ધર આગળ લગાવેલા સીસીટીવી ફૂટેજ જોતા તેઓની સાયકલ કોઈ અજાણ્યો લંબર મુછીયો યુવાન લઈ જતો જોવાં મળતાં તેઓએ પોતાની સાયકલ ચોરી કરી જનારા લબર મુછીયા યુવાન નો સીસીટીવી ફૂટેજ પાટણ બી ડિવિઝન પોલીસ ને સુપ્રત કરી પોતાની સાયકલ ચોરી ની લેખિત અરજી આપી સાયકલ ચોર ને ઝડપી તેઓની સાયકલ પરત અપાવવા રજૂઆત કરવા બી ડિવિઝન પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે સાયકલની ચોરી કરી જનાર લબર મુછીયા યુવાન ને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
રીપોટર. રાજુભાઈ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here