પાટણ ના શ્રી જલિયાણ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિવિધ સંસ્થાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

0
0

પાટણ
શ્રી જલિયાણ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલિત શ્રી જલિયાણ સેવા સદન તથા શ્રી જલિયાણ અન્નક્ષેત્ર , શ્રી જલિયાણ પરમાનંદ ધામ,શ્રી જલિ
યાણ અતિથિગૃહ અને શ્રી જલિયાણ સ્વાસ્થ્ય કેન્દ્ર નો શુભારંભ સમારોહ રવિવારે પૂ.જાનકીદાસ બાપુ ગુરુ શ્રી દ્વારકાદાસ
જી મહારાજના કર કમળો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.
આ શુભારંભ પ્રસંગે પાટણ સાંસદ ભરતસિંહ
ડાભી,પાટણ નાગરિક બેક
ના પૂવૅ ચેરમેન સુરેશભાઈ સી.પટેલ,દાતા પરિવાર ના દેવદત્તભાઈ જૈન, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, જલારામ મંદિર ડીસાના ભગવાનદાસબંધુ સહિત નાઓએ ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદબોધન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત દાતા પરિવારો સહિતના મહાનુભાવો ને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. પ્રસંગમાં ઉપસ્થિત ન રહી શકયા હોય તેવા જે મહેમાનો ના શુભેચ્છા સંદેશ જલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી નારણભાઈ ઠક્કરે વાંચી સંભળાવ્યા હતા.
આ પ્રસંગે રવિભાણ સંપ્રદાયના સંત પૂજ્ય જાનકીદાસજી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું કે પાટણ જલારામ મંદિર ટ્રસ્ટમાં છેલ્લા 25 વર્ષથી જયંતીભાઈ અને નારણભાઈ ની ટીમ સેવા કરી રહી છે જલારામ બાપાએ સંસારમાં રહીને જે સેવા કરી અને પ્રસિદ્ધ થયા તેનું મુખ્ય કારણ એક જ છે રામ નામ મે લીન હે દેખત સબમે રામ તે ભાવ મહત્વનો છે તેમના ગુરુ શ્રી ભોજલરામજીએ આશીર્વાદ આપતા કહેલું કે જલા તારે ઘેર મારો રામ આવશે તે વાત ઘેર આવી અને વીરબાઈમાંને કહ્યું ત્યારે વીરબાઈ માં એ પૂછ્યું કે ક્યારે આવશે ત્યારે જલારામ બાપાએ કહ્યું કે તે મને કઈ ખબર નથી ક્યારે આવશે કયા વેશમાં આવશે તે જ ઘડી કરીએ પૂજે જલારામ બાપા અને વીરબાઈ મા એ સંકલ્પ કર્યો કે હવે આપણે જે કોઈપણ આપણે આંગણે આવશે તેમને આપણે ભોજન કરાવશું અને તેમની સેવા કરશું. વિશેષમાં બાપુએ જણાવ્યું કે અહીં આસ્થા અવસ્થા અને એક ખૂટતી કડી હતી જે વ્યવસ્થા છે તે પણ અહીં દેખાય છે તેમજ જણાવ્યું કે રાવણ શું લઈ ગયો અને કર્ણ શું મૂકી ગયો તેમને દાતાઓને કર્ણ સાથે બિરદાવ્યા હતા.
વિશેષમાં જણાવ્યું કે પરહિત જેવો કોઈ ધર્મ નથી અને બીજાનું અહિત કરીએ તેના જેવો કોઈ અધર્મ નથી અહીં અન્ન એટલે કે રોટલો અને ઓટલો મળે છે અને સાથે બાપા ના આશીર્વાદ પણ મળે છે તેવી આ વિશિષ્ટ સંસ્થા છે હું મારો રાજીપો વ્યક્ત કરું છું મને અહીં આવી જલારામ બાપાના દર્શન થયા તેમ જ તેમણે સાથે સાથે જણાવ્યું કે એક બીજી જાગતી જ્યોત એવા રવિભાણ સંપ્રદાયના લાલસાહેબની જીવંત સમાધિ છે તેના વિશે પણ ખૂબ ગહન વાતો કરી અને તેમના ચરણમાં વંદન કર્યા હતા .આ પ્રસંગે સંસ્થાનો પરિચય અને વિશિષ્ટ સેવાઓ જે ચાલુ છે અને આવતા દિવસોમાં જે કોઈ સેવાઓ હજુ પણ કરવાની છે તે બાબતે જયંતીભાઈ ઠક્કર અને નારણભાઈએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ડીસા થી ઉપસ્થિત રહેલા ભગવાન
દાસબંધુ એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે પાટણ જલારામ સેવા ટ્રસ્ટ ની ખુબ પ્રશંશનીય કામગીરી છે ટ્રસ્ટીઓ તથા સેવક ભક્તો ખૂબ સારી સેવા કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે જલારામ બાપા એ માત્ર લોહાણા સમાજના નથી સદારામ બાપા પણ માત્ર તેમના સમાજના જ નથી આ બધા જે સંતો છે એ સમગ્ર માનવ જાતિ માટે છે અને સમગ્ર માનવ જાતનું જીવ માત્રનું ક્યાં હિત રહેલું છે તેના વિચારો હંમેશા તેમના મનમાં રહેતા હોય છે અને તેની પ્રાર્થના પ્રભુને કરતા હોય છે કે સર્વે જીવાત્માઓનુ કલ્યાણ થાય તેવી સુંદર વાત તેમણે કરી હતી.
આ પ્રસંગે ઈન્દિરાબેન દેવદત્તભાઈ જૈન પીડિયાટિક સેન્ટર ના દાતા તરીકે ઇન્દિરાબેન અને દેવદત્તભાઈ જૈન નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here