
પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે.ત્યારે દરવર્ષે પાટણ નગરપાલિકાના સેલ્ટર હોમ ખાતે સેવાકીય સંસ્થાઓના આગેવાનો દ્વારા ધનતેરસના દિવસે ધનની નહિ પરંતુ પાટણમાં ભટકતું જીવન ગાળતા દરિદ્ર નારાયણોની ૧૩ વર્ષથી પૂજા કરવામાં આવે છે.

આ વર્ષે પણ નગરપાલિકાના સેલ્ટર હોમ ખાતે શહેરના વિવિધ વિસ્તારોમાં માંથી દરિદ્ર નારાયણોને લાવવામાં આવ્યા હતા.અને તેમને નવડાવી,હાથ પગના નખ કાપી,નવા કપડાં પહેરાવી જમાડવામાં આવ્યા હતા.અને આશીર્વાદ મેળવ્યા હતા.

પાટણના બિલ્ડર બેબાભાઈ શેઠ દ્વારા ભદરવી પુનમે અંબાજી રોડ ખાતે ચાલતા પગપાળા યાત્રીકો માટે જમવાનો પણ સેવાનો કેમ્પ કરવામાં આવ્યો હતો આમ સેવાકીય પ્રવૃતિમાં તેમનો ઉમદા ફાળો રહેલ છે
આ કામગીરીમાં પાટણના જાણીતા બિલ્ડર બેબાભાઈ I શેઠ,નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલ સહિત પટ્ટણી સમાજના યુવાનો પણ સેવાકીય કાર્યમાં જોડાયા હતા.
અહેવાલ. કમલેશ પટેલ. પાટણ