પાટણ ના કષ્ની બાલવાટીકામા વાર્ષિકોત્સવ ની દબદબાભેર ઉજવણી કરાઈ .

0
0

પાટણ શહેરની અંદર પદ્મનાથ વિસ્તારમા આવેલ કષ્ની બાલવાટીકા સ્કુલની અંદર વાર્ષિકોત્સવ ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી જેમા નાના નાના ભુલકાઓ દ્વારા વિવિધ પ્રકારના ડાન્સ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ઉપસ્થિત વાલીઓ તેમજ શિક્ષકો ના દિલ જીતી લીધા હતા


બાળકોના પાયાનુ ભણતર બાલવાટીકાથી શરૂ થતુ હોય છે તેમજ બાલવાટીની અંદર પહેલાથી જ નાના નાના બાળકોને પાયાનું શિક્ષણ સાથે રમત ગમત નુ સિંચન કરવામા આવતુ હોય છે ત્યારે પાટણ શહેરમા પદ્મનાથ વિસ્તારમા આવેલી કષ્ની બાલવાટીકાનો બીજો વાર્ષિકોત્સવ ઉત્સાહભેર ઉજવવામા આવ્યો હતો જેમા નાના નાના ભુલકાઓ દ્વારા ભારતની ભાતીગળ સંસ્કૃતિને અનુરૂપ કાર્યક્રમો રજુ કર્યા હતા તેમજ સામાજિક જાગૃતિ પરની થીમ પર અભિનવો રજુ કર્યા. હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ તેમજ સ્કુલ પરિવારના ટ્રસ્ટી જયદત પટેલ . ઇલાબેન, મીતલબેન . આરતીબેન. પૂજાબેન . હેતલબેન. કીરણબેન. રિદ્ધી બેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ : કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here