પાટણ નગરપાલિકા માં પ્રજાપતિ સમાજના 4 કોર્પોરેટર અને પાલિકા ઉપ પ્રમુખ પણ સમાજના હોવા છતાં સમાજની છાત્રાલય નકૉગાર..

0
22

છેલ્લા 12 દિવસથી છાત્રાલયની ભૂગર્ભ ગટર ચોક અપ બની હોવા છતાં તેની સફાઈ હાથ નહીં ધરાતા રોગ ચાળો ફાટવાનો ભય..

દુષિત પાણી અને ગંદકીની સમસ્યા ને લઈ 4 વિધાર્થીને ડેન્ગ્યુ માં સપડાયા..

પાટણ તા.૭
પાટણ ડીસા હાઇવે માર્ગ ઉપર આવેલ ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત પ્રજાપતિ છાત્રાલયમાં છેલ્લા બાર દિવસથી ભૂગર્ભ ગટર ચોકઅપ થવાના કારણે ગંદુ પાણી છાત્રાલય ના કેમ્પસમા રેલાઇ રહ્યું છે. જેને લઇને છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રોગ ચાળો ફાટી નિકળવાની દહેશત સાથે વિધાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો આ બાબતે છાત્રાલય ના સંચાલકો દ્વારા પાલિકા સત્તાધીશો સહિત પાલિકા માં ઉપપ્રમુખ તરીકે બેઠેલા ધર્મેશ પ્રજાપતિ સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી આ ચોક અપ બનેલી ભૂગર્ભ ગટરની સફાઈ કામગીરી હાથ ધરવામાં નહીં આવતાં છાત્રાલય ના સંચાલકો સહિત વિધાર્થીઓ માં પાલિકા પ્રત્યે તેમજ સમાજ નાં પાલિકા માં ઉપ પ્રમુખ તરીકે બેઠેલા ધર્મેશ પ્રજાપતિ સામે રોષ ની લાગણી ઉભી થવા પામી છે. પ્રજાપતિ સમાજના.છાત્રાલય માં રહીને અભ્યાસ કરતા સમાજના વિધાર્થીઓને શાળા કોલેજમાં જવા માટે પણ ગંદા પાણી માંથી પસાર થવું પડે છે જેનાં કારણે વિધાર્થીઓ ને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો છાત્રાલયના ભોજનાલયમાં પણ આ ગંદુ પાણી ઘુસી જતા વિદ્યાર્થીઓને ના છૂટકે દુગૅધ યુક્ત વાતાવરણમાં ભોજન લેવાની ફરજ પડી રહી છે જેના કારણે વિધાર્થીઓ માં રોગચાળો ફેલાવાની શકયતાઓ પણ પ્રબળ બનવા પામી છે. તો હાલમાં ચાર જેટલા વિદ્યાર્થીઓને ડેન્ગ્યુના લક્ષણો જણાતા તેઓને પોતાના વતન જવા માટે મજબૂર બનવું પડ્યું હોવાનું તો કેટલાય વિદ્યાર્થીઓ આ સમસ્યાને લઈને છાત્રાલય છોડવાનો વિચાર બનાવી રહ્યા હોવાનું છાત્રાલય ના સંચાલકો એ જણાવ્યું હતું.
પ્રજાપતિ સમાજની છાત્રાલયમાં ભૂગર્ભ ગટર નાં દુષિત પાણી ની સમસ્યા સાથે સાથે છાત્રાલયના મુખ્ય દરવાજા આગળ આજુબાજુના રહીશો દ્વારા ખડકાતી ગંદકીના કારણે પણ વિધાર્થીઓ પરેશાન બન્યા હોય જે બાબતે પણ નગરપાલિકાના સત્તાધીશોને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી.છેલ્લા 12 દિવસથી ઉભરાતી ગટર લાઇન નો તેમજ છાત્રાલય આગળ ખડકાતી ગંદકી નો પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગ છાત્રાલયના સંચાલકો સહિત વિધાર્થીઓ આલમમાં ઉઠવા પામી છે.
અત્રે નોંધનીય છે કે પાટણ નગરપાલિકામાં પ્રજાપતિ સમાજના 4 કોર્પોરેટર છે અને નગરપાલિકાના ઉપપ્રમુખ પણ પ્રજાપતિ સમાજના છે છતાં સમાજની છાત્રાલયની આ હાલત છે.આ સમસ્યા બાબતે પ્રજાપતિ સમાજ ના કોર્પોરેટરો સમાજના કામે આવશે કે કેમ એવી ચર્ચાએ પણ સમાજમાં જોર પકડયું હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here