પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની સમસ્યા પાછળ લાખો રૂપિયાની ગ્રાન્ટ ખચૅ કરવા છતાં સમસ્યા જૈસે થૈ : ભરત ભાટીયા..

0
12

સુભાષચોક થી રેલવેના પ્રથમ ગરનાળા વિસ્તારમાં ભૂગર્ભ ગટર ચોક અપ બનતાં દુષિત પાણી માગૉ પર ફરી વળતાં રોગ ચાળો ફેલાવાની ભિતી..

પાટણ તા.૨૧
પાટણની પ્રજા ને ચુંટણી સમયે હથેળીમાં ચાંદ બતાવી બહુમતિ મેળવી પાટણ નગરપાલિકાની ધુરા સંભાળનાર ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં સદંતર નિષ્ફળ નિવડી હોવાની સાથે ભૂગર્ભ ગટર ની સમસ્યાનો ઉકેલ લાવવા લાખ્ખો રૂપિયા ની ગ્રાન્ટ નો ખચૅ કરવા છતાં ભૂગર્ભ ગટરની સમસ્યાનું નિવારણ લાવવામાં નબળી સાબીત બનેલ નગરપાલિકા ના કારણે પાટણના નગરજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનો ખુલ્લો આક્ષેપ પાટણ નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર અને શહેર કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ ભરત ભાટીયા દ્વારા કરવામાં આવ્યો છે.


તેઓએ મિડિયા સમક્ષ ભાજપ શાસિત પાટણ નગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા શહેરીજનો ને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા સદંતર નિષ્ફળ નિવડી છે. પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર જોવા મળતી ગંદકી, વારંવાર ચોક અપ બનતી ભૂગર્ભ ગટરો, રખડતાં ઢોરો સહિતના પ્રશ્નોનું નિવારણ લાવવામાં આવતું ન હોય જેના કારણે શહેરીજનો પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે તો આ ભાજપ શાસિત નગરપાલિકા સામે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગુરુવારના રોજ શહેરના સુભાષચોક થી રેલવેના પ્રથમ ગરનાળા વિસ્તારમાં ચોક અપ બનેલી ભૂગર્ભ ગટર નાં કારણે દુષિત પાણી માગૉ પર રેલાતા રોગ ચાળો ફાટી નિકળવાની દહેશત ઉભી થવા પામી હોવાની સાથે શહેરના સરદાર કોમ્પલેક્ષ માં પણ ધણા સમયથી સજૉયેલી ભૂગર્ભ ગટર ની સમસ્યાનો આજ દિન સુધી ઉકેલ આવ્યો ન હોવાનું તેઓએ જણાવ્યું હતુ .ત્યારે નગરજનોની પ્રાથમિક સુવિધાઓ પુરી નહીં કરી શકનાર ભાજપ શાસિત નગરપાલિકા ની કામગીરી સરેઆમ નિષ્ફળ નિવડી હોવાનો બળાપો તેઓએ વ્યક્ત કર્યો હતો.

બોક્સ..
રેલવે ગરનાળા નજીક નાં પમ્પીગ સ્ટેશન ની મોટર ગુરૂવારના રોજ અગમ્ય કારણોસર બળી જતાં આ વિસ્તાર માં ભૂગર્ભ ગટર લાઇન ઉભરાવાની સમસ્યા સજૉઈ હોય પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે મોટર નું રિપેરીગ કામ હાથ ધરી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાનું નિવારણ લાવવામાં આવ્યું હોવાનું ભૂગર્ભ શાખા ના ચેરમેન જયેશભાઈ પટેલે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here