પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરના યુવાન પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું..

0
107
ઊંઝા હાઇવે પર હાસાપુર ડુંગરીપુરા માર્ગ નજીક ગાડી ઝાડ સાથે અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત…
પાટણ તા.29
પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરના યુવાન પુત્રનું ગતરોજ સાંજના સુમારે ઊંઝા હાઇવે પર આવેલા હાસાપુર-ડુંગરીપુરા માર્ગ પર માર્ગ અકસ્માતમાં મોત નિપજતા આ બાબતની મૃતકના પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને અંબાજી નેળીયા વિસ્તારમાં રહેતા સીતારામ ભાઈ પટેલ નો 25 વર્ષીય પુત્ર વિશ્વ પટેલ ગત સાંજના સુમારે સ્વીફ્ટ ડિઝાયર ગાડી નં જી જે 24 કે.3996 લઈને ઊંઝા હાઇવે પર આવેલા હાસાપુર-ડુંગરીપુરા માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગાડી નાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી રોડ સાઈડ આવેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર ઈજાઓના કારણે વિશ્વ પટેલ મોત નીપજયું હતું તો આ બનાવને પગલે હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો તેમજ ખેતરોમાં કામ કરતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારજનોને અકસ્માતની જાણ કરતા તેઓ પણ ધટના સ્થળે દોડી આવતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા તો આ અકસ્માત ની મૃતકનાં પિતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર સીતારામ ભાઈ પટેલ નાં એકના એક યુવાન પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત નિપજતા બે બહેનોએ પોતાના એકનાં એક ભાઇને ગુમાવ્યો હોય પરિવારજનો મા શોકની કાલિમા છવાઇ જવા પામી હતી.
કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here