પાટણ ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા આજરોજ શહેરના લીલીવાડી વિસ્તારમાં આવેલ ઠાકોર સમાજની વાડી ખાતે સદારામ લાઈબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું.

0
0

આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો દ્વારા એક સૂર વ્યક્ત કરાયો હતો.
સમાજને વ્યસનો, કુરિવાજો અને લગ્ન પાછળ કરાતા ખોટા ખર્ચા બંધ કરીને તેમાંથી બચતા નાણાં શિક્ષણ પાછળ વાપરવા આહવાન કર્યું હતું.


દીકરીઓને પણ હવે દીકરા સમાન જ ગણીને ભણવા માટે આગળ વધારવા અને પૂરતી તક પૂરી પાડવા ઠાકોર આગેવાનો દ્વારા સમાજને અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર,પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર,ચાણસ્મા ધારાસભ્ય ચંદનજી ઠાકોર,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર,નગરપાલિકાના પક્ષના નેતા દશરથજી ઠાકોર, નગરપાલિકા કોર્પોરેટર ભરતજી ઠાકોર સહિત સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : કમલેશ પટેલ : પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here