પાટણ તા.૨૩
પાટણ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ આયોજિત ચોથી વાર્ષિક સાધારણ સભા તેમજ સન્માન અભિવાદન કાર્યક્રમ શનિવારના રોજ પાટણના ગાંધી સ્મૃતિ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડી કે પારેખ ના અધ્યક્ષ સ્થાને આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખ પંકજભાઈ મોદી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેકમના સુશ્રી રીટાબેન પંડ્યા, પંચાયતના શૈલેષભાઈ પટેલ, ભરતભાઈ વ્યાસ પાટણ જીલ્લા તલાટી, મંડળના પ્રમુખ સતીષભાઈ જાદવ, કૌશિકભાઈ આર ઠક્કર મહામંત્રી, પાટણ જીલ્લાના તલાટીઓ, મહેસાણા જીલ્લાના તલાટી મંડળ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં તલાટી મંડળે પાટણ જીલ્લા પત્રકાર કમલેશ પટેલ, પત્રકાર રાજુભાઈ પટેલનુ સાલ ઓઢાડી ને સન્માન કર્યું.