પાટણ જીલ્લા અદાલત થી પાટણ જનતા હોસ્પીટલ માગૅ વચ્ચે પસાર થતી રેલ્વે લાઈન પર બ્રિજ બનાવવા માંગ…

0
12

પાટણ– મહેસાણા રેલ્વેલાઈન ઉપર રેલ્વે ઓવરબ્રીજના ડી.પી.આર.
બનાવવા પાટણ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ની રજૂઆત..

પાટણ તા.19
પાટણ જિલ્લા અદાલત થી શહેરની જનતા હોસ્પિટલ માગૅ પરથી પસાર થતી રેલ્વે લાઈન પર બ્રિજ બનાવવા ની પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ને લેખિતમાં કરાયેલી રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતુ કે પાટણ જીલ્લા અદાલતથી પાટણ જનતા હોસ્પીટલ વચ્ચે પસાર થતી રેલ્વેલાઈન ઉપર હાલમાં અંડરપાસનો નિર્માણ કરેલ છે. જેની ઉંચાઈ ખૂબ જ ઓછી હોવાથી સદર અંડરપાસમાં નાનાવાહન સિવાય મોટાવાહનો પસાર થઈ શકતા નથી. આ અંડરપાસની બાજુમાં જ એશીયાના બીજા નંબરનુ માર્કેટર્યાડ આવેલ છે. તેમજ જીલ્લા અદાલત, પાટણ જનતા હોસ્પીટલ, પાટણ રેલ્વે સ્ટેશન અને આજુબાજુ રહેણાંક, શોપીંગ સેન્ટરો તથા શાળાઓ આ વિસ્તારમાં આવેલ હોવાથી અવાર નવાર ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક ની સમસ્યા સર્જાય છે તો ચોમાસાની સિઝનમાં અંડરપાસ માં પાણી ભરાવવાને કારણે આ રોડ બ્લોક થઈ જાય છે જેને લઇને રાહદારીઓ સહિત વાહનચાલકો ને અનેક મુશ્કેલીઓ ભોગવવી પડે છે.
ત્યારે સદર માગૅ પર રેલ્વે ઓવર બ્રીજના શહેરી વિકાસ અને શહેરી ગ્રામ નિર્માણ વિભાગમાંથી ખાસ કિસ્સામાં ડી.પી.આર. બનાવી બ્રીજ મંજુર કરવામાં આવે તો પાટણ શહેરની તમામ જનતાઓને અવર–જવર કરવા સરળતા રહે તેમ હોવાનું તેઓએ જણાવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here