પાટણ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ૭૨ તલાટીઓની અરસપરસ બદલી કરવામાં આવી

0
6

પાટણ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વિધાનસભા ની ચૂંટણી આવ્યા અગાઉ બદલી કરી દેવામાં આવી છે . પાટણ જિલ્લાના તમામ તાલુકાના ૭૨ જેટલા તલાટીઓ અરસપરસ બદલી થઈ હોવાની વિગતો જોવા મળી રહી છે. પાટણ જિલ્લામાં ૭૨ તલાટી ઓ માંથી પાટણ તાલુકાના ૧૨ , સરવસ્તી ના ૪ , ચાણસ્મા ના ૧૮ , સિદ્ધપુર ના ૯ , હારીજ ના ૮ , સમી ના ૬ , શંખેશ્વર ના ૩ , રાધનપુર ના ૮ , સાંતલપુર ના ૪ , આમ કુલ ૭૨ તલાટી ની બદલીઓ થવા પામી છે. રાધનપુર તાલુકાના ૮ જેટલા તલાટી ઓ જેમાં સૂબાપુરા થી બી . એસ . સ્વામી ની બદલી સાંતલપુર ના કિલાણાં ખાતે છાણીયાથર થી જી . આર . પટેલ ની બદલી સાંતલપુર ના ગડસઈ , શેરગઢ થી પી . વી . પ્રજાપતિ ની બદલી સરસ્વતી ના એદલા ગામે , બંધવડ થી એસ . એસ . રાણા ની બદલી સાંતલપુર ના સાદપુરા મુકામે તો મઘાપુર થી એલ . ડી . ભરવાડ ની બદલી શંખેશ્વર ના લોલડા મુકામે , પેદાસપુરા થી એસ . એમ . વઢેર બદલી શંખેશ્વર તાલુકા ના ખંડિયા ગામે તો પેદાસપુરા થી તૃપ્તિબેન મકવાણા ની બદલી સમી તાલુકાના બાબરી ગામે , કમાલપુર થી બી . બિ . રબારી ની બદલી કરવામાં આવી છે .

અહેવાલ :- નિલેશ પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here