પાટણ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે લોકસભાની બેઠક યોજાઇ

0
0

લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજરોજ પાટણ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોશીની અધ્યક્ષતામાં લોકસભાના બેઠક મળી હતી.આ બેઠકમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત હોદ્દેદારોને ઇન્ચાર્જ અને સહઇન્ચાર્જની જવાબદારી સોપવામાં આવી હતી.આ સાથે સાથે પ્રભારીએ આગામી સમયમાં ગાંવ ચલો અભિયાન લાભાર્થી સંમેલન અને બુથ લેવલેબેઠકો, ખાટલા બેઠકો સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરી હતી.તમામ કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીના પરિણામો ના આવે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજીવાર વડાપ્રધાનના પદના શપથ ના લે ત્યાં સુધી કમર કસવા આહવાન કર્યું હતું.બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોરે સ્વાગત કર્યું હતું.બેઠકમાં લોકસભા સંયોજક નંદાજી ઠાકોર,સહ સંયોજક ,ભાવેશભાઈ પટેલ,રમેશભાઈ સિંધવ,લોકસભા વિસ્તારક ડો ભગીરથસિંહ જાડેજા સહિત અપેક્ષિત હોદ્દેદારો,લોકસભાના ઇન્ચાર્જ,
સહઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોટર . કમલેશ. પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here