પાટણ જિલ્લા ભાજપ દ્વારા અયોધ્યા દર્શન કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ

0
0

પાટણ લોકસભા મત વિસ્તારનાં 14 મંડળોનાં 1340 જેટલા રામભક્તોને આગામી 2જી ફેબ્રુઆરી ના દિવસે અયોધ્યા રામલલ્લાનાં દર્શન માટે અયોધ્યા દર્શન માટે ખાસ ટ્રેન મારફત લઇ જવાનું વિશાળ આયોજન પાટણ જિલ્લા ભાજપ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.જેના માટેનું શુલ્ક રૂા.1600 રાખવામાં આવ્યું છે.જેમાં ટ્રેનની મુસાફરી દરમ્યાન નાસ્તો, ભોજન તથા અયોધ્યામાં ટેન્ટમાં રહેવાથી અને ભોજનની વ્યવસ્થાનો સમાવેશ થાય છે.આ અંગે આજરોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજનના ભાગરૂપે બેઠક યોજાઇ હતી.જેમાં ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોરે જણાવ્યું કે,રેલ્વે વિભાગ દ્વારા અયોધ્યા રામલલ્લાનાં દર્શન માટે પાટણ લોકસભા મત વિસ્તાર માટે આસ્થા ટ્રેન સ્પેશ્યલ ફાળવી છે.જેનાં 20 કોચમાં પાટણ લોકસભા બેઠકનાં 14 મંડળોમાંથી કુલ 1340 જેટલા રામભક્તો અયોધ્યા ખાતે રામલ્લાના દર્શન માટે જશે.2જી ફેબ્રુઆરીના રોજ રાત્રે 11 વાગે મહેસાણા ખાતેથી આ ખાસ ટ્રેન અયોધ્યા જવા રવાના થશે.3જી ફેબ્રુઆરી રોજ અયોધ્યા પહોંચશે.અહીં ભાવિક ભક્તો 4થી ફેબ્રુઆરી ના રોજ ભક્તોને રામલલ્લાનાં મંદિરે લઇ જઇ દર્શન કરાવાશે ને ત્યાંથી 5 ફેબ્રુઆરીનાં રોજ આ ખાસ ટ્રેન મારફતે મહેસાણા પરત આવવા નિકળીને 6 ફેબ્રુઆરીનાં રોજ પાટણ ખાતે પરત આવશે.આ ખાસ ટ્રેનમાં તમામ વિધાનસભા બેઠકો માટે અલગ અલગ કોચની ફાળવણી કરાઈ છે.તેવું જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું.આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર,મહામંત્રી ભાવેશભાઈ પટેલ,રમેશભાઈ સિંધવ,અયોધ્યા દર્શનના વાલી નિલેશભાઈ રાજગોર,ઇન્ચાર્જ વનરાજસિંહ ઠાકોર,સહ ઇન્ચાર્જ જયેશભાઇ પટેલ સહિત અપેક્ષિત હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોટર . કમલેશ પટેલ . પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here