પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ મોરચા દ્વારા હારીજ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ન્યાયયાત્રા નું આયોજન કરાયું..

0
11

કોરોના મૃત્યુ પામેલા સ્વજનોના ફોર્મ ભરી પરિવારજનો ને દિલસોજી પાઠવી..પાટણ તા.20વૈશ્વિક કોરોના ની મહામારીમાં મૃત્યુ પામેલા સ્વજનોના પરિવારોને સરકાર દ્વારા આર્થિક સહાય ની સાથે સાથે સરકારી ચાલુ નોકરી દરમ્યાન કોરોના માં મૃત્યુ પામેલા સ્વજનના પરિવાર નાં એક સભ્યને સરકારી નોકરી આપવા તેમજ કોરોના ની સારવાર થયેલ ખચૅની રકમ પરત કરવા સહિત નાં મુદ્દાઓને લઈને કોંગ્રેસ આગેવાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલ કોવિડ 19 ન્યાયયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત રવીવાર નાં રોજ પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ મોરચાના ચેરમેન હસમુખભાઈ સક્સેના સહિતના આગેવાનો અને કાર્યકરો ની ઉપસ્થિતિમાં હારીજ પંથકોના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ 19 ન્યાયયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જે પંથકના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ફરી કોરોના માં મૃત્યુ પામેલા સ્વજનોના ફોર્મ ભરી મૃતકનાં પરિવારજનો દિલસોજી પાઠવી હતી. સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે મૃતકનાં પરિવારજનોને રૂ.4 લાખની સહાય, સરકારી કમૅચારી નાં પરિવારના સભ્યને સરકારી નોકરી, કોરોના ની સારવાર દરમિયાન થયેલ ખચૅની રકમ અને કોરોના ની મહામારી સમયે ફરજમાં બેદરકારી દાખવનારા ઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી.પાટણ જિલ્લા અનુસુચિત જાતિ મોરચાના દ્વારા હારીજ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આયોજિત કરવામાં આવેલ આ ન્યાયયાત્રા માં ચેરમેન હસમુખભાઈ સક્સેના, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા કન્વીનર નયનાબેન પરમાર,ખેમચંદભાઈ પરમાર, મનહરભાઈ પરમાર સહિતના આગેવાનો,કાયૅકરો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here