પાટણ જિલ્લા અને શહેર ભાજપ દ્વારા નમો એપ કાર્યશાળા અને સેવા સમર્પણ અભિયાન કાર્યક્રમ સંદર્ભે બેઠક યોજાઈ…..

0
19

શહેરની નૂતન હાઈસ્કૂલ ખાતે મળેલી બેઠકમાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા..પાટણ તા.16પાટણ જિલ્લા અને શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં તા.17 મી સપ્ટેમ્બરે નાં રોજ જન્મ દિવસની ઉજવણીનાં ભાગરૂપે તા.17 મી સપ્ટેમ્બર થી તા. 7 મી ઓક્ટોબર સુધી વિભિન્ન પ્રકારનાં સેવાકાર્યોનું આયોજન હાથ ધર્યું છે. આ અંગેના આયોજન માટે ગતરોજ પાટણની નૂતન હાઈસ્કૂલ ખાતે સંગઠનની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સમગ્ર સપ્તાહ દરમ્યાન ૨કતદાન શિબિરો, રોગ નિદાન કેમ્પ, ફુડ વિતરણ, નમો એપ ડાઉનલોડ વિગેરે સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર હોય બેઠકમાં પક્ષના પદાધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને શહેરની સંસ્થાઓને સાંકળીને આ વિવિધ સેવાકાર્યો કરવાનું નક્કી કરાયું હતું. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે , જે રીતે પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ૪૪ સીટો પર ભાજપને જીત અપાવવાનાં લક્ષ્યાંક સાથે એક વર્ષથી ભાજપનાં કાર્યકરોએ મહેનત કરી હતી . જેનાં પરિણામે નગરપાલિકામાં ૩૮ બેઠકો મેળવી શકાઈ હતી . એ જ રીતે હવે આગામી વિધાનસભા બેઠકમાં ભાજપને પાટણ શહેરમાંથી ર ૫,૦૦૦ નીલીડ અપાવવા માટે સૌ કાર્યકરો તાકાતથી મહેનત શરૂ કરે તેવી હાકલ કરી હતી . આ પ્રસંગે ભાજપનાં નવા હોદ્દેદારો પદાધિકારીઓનું સન્માન પણ કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here