પાટણ જિલ્લામાં ૭૨ માં સંવિધાન શક્તિ યુગ દિવસ ની ઉલ્લાસભેર ઉજવણી’

0
1


ભારતરત્ન ડૉ બાબાસાહેબ આંબેડકર દ્વારા સંવિધાન તૈયાર કરવાનું કાર્ય તારીખ ૨૬/૧૧/૧૯૪૯ ના રોજ પુર્ણ કરી બંધારણ સભા ના અઘ્યક્ષ ડૉ રાજેન્દ્ર પ્રસાદ ને સુપ્રત કરવામાં આવ્યું તેના ૭૨ માં સંવિધાન દિવસ ને સંવિધાન શક્તિ યુગ દિવસ તરીકે ઉજવવાનું ભારતભર માં નવ સર્જન ટ્રસ્ટ દ્વારા અભિયાન ચલાવવા માં આવ્યુ જેમાં ગુજરાત દેશ નાં ૧૫ રાજ્યો સહીત પાટણ જિલ્લા ના ૫૦૦ ગામો સહિત દેશભરમાં ૧૨૮૨૫ ગામો માં ઘરે ઘરે અને જાહેર મા દીપ પ્રગટાવી સંવિધાન નુ સન્માન કરવામાં આવ્યું જેમાં પાટણ શહેર તથા ગામો માં પણ સંવિધાન શક્તિ યુગ દિવસ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી જેમાં ડૉ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફૂલહાર કરી સંવિધાન નું ફૂલો થી સન્માન કરી પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સીટી msw વિભાગ
આદર્શ નિવાસી શાળા પાટણ
કેથલિક ચર્ચ પાટણ અને નિદ્રોડા તા સિદ્ધપુર ખાતે જાહેર કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું જેમાં ડૉ બાબાસાહેબ આંબેડકર ના જીવન કવન તથા સમાજ સુધારકો ના કાર્યો ની માહિતી આપવા મા આવી સંવિધાન શક્તિ યુગ પોસ્ટર નુ વાંચન કરવામાં આવ્યું. બંધારણ આમુખ નું વાંચન કરી બંધારણ નું પાલન કરવા ની પ્રતિજ્ઞા લેવામાં આવી ત્યારબાદ મીણબત્તી અને દીપ પ્રગટાવી સંવિધાન નુ સન્માન કરવામાં આવ્યું અને દેશ માં સમાનતા. બંધુતા અને સ્વતંત્રતા સ્થપાય તે માટે ની નેમ વ્યકત કરવામાં આવી
આ કાર્યક્રમ મા ગામડા માં અને શહેર માં મોટી સંખ્યામાં લોકો સહીત સમાજ ના આગેવાનો
નરેન્દ્રભાઇ એમ પરમાર
નવ સર્જન ટ્રસ્ટ પાટણ
મોહનભાઈ પી પરમાર
નવ સર્જન ટ્રસ્ટ બનાસકાંઠા
વિનોદભાઇ સોલંકી
પ્રમુખ શ્રી રવિધામ
ફાધર ડોમનીક
હર્ષદ વર્મા
અશોકભાઇ પરમાર પ્રમુખ શ્રી
રોહીત સમાજ ધિરાણ
અને સહકારી મંડળી
મુકેશભાઈ બિલ્ડર
આનંદ ચૌહાણ
નગીનભાઈ મકવાણા
ધનાભાઈ પરમાર
મૌલિક મેતિયાં
અનિલભાઈ બોદ્ધ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
અહેવાલ. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here