પાટણ જિલ્લાની રેવન્યુ પ્રીમિયર લીગ સીઝન-4

0
0

તા.4 ફેબ્રુઆરી થી 11 ફેબ્રુઆરી સુધી ચાલશે લીગ

પાટણ જિલ્લા ખાતે દર વર્ષે ચાર પ્રાંત કચેરી કલેકટર કચેરી અને ડી. આઇ.એલ. આર. કચેરી પાટણ એમ 6 ટીમ વચ્ચે રેવન્યુ પ્રીમિયર લીગ નું આયોજન કરવામાં આવે છે. આ આયોજન જિલ્લા સેવા સદન પાટણ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે પણ પાટણ જિલ્લાની રેવન્યુ પ્રીમિયર લીગ સીઝન-4 નું આયોજન કરવામાં આવ્યું છે. જે તારીખ 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. પાટણની પી.કે. કોટાવાલા કૉલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજીત મેચનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયન દ્વારા બેટીંગ કરીને કરવામાં આવ્યું હતુ. કલેક્ટરશ્રીએ સૌ ખેલાડીઓને શુભેચ્છા પણ પાઠવી હતી.

તા. 4 ફેબ્રુઆરી 2024 ના રોજ હેરીટેજ ઇલેવન પ્રાંત કચેરી પાટણ વર્સીસ પાવર હીટર્સ ડી. આઈ.એલ.આર. પાટણ, સુપર કિંગ્સ સમી પ્રાંત કચેરી વર્સીસ શ્રી સ્થળ ઇલેવન પ્રાંત કચેરી સિદ્ધપુર, હેરિટેજ ઇલેવન પ્રાંત કચેરી પાટણ વર્સીસ રાધનપુર રોયલ્સ પ્રાંત કચેરી રાધનપુર વચ્ચે મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 6 ફેબ્રુઆરીનાં રોજ અણહિલપૂર ઇલેવન કલેક્ટર કચેરી પાટણ વર્સીસ સુપર કિંગ્સ સમી પ્રાંત કચેરી વચ્ચે મેચનું આયોજન કરવામાં આવશે. તા.7 ફેબ્રુઆરીનાં રોજ અણહિલપૂર ઇલેવન કલેક્ટર કચેરી પાટણ વર્સીસ શ્રી સ્થળ ઇલેવન પ્રાંત કચેરી સિદ્ધપુર વચ્ચે મેચ યોજાશે. 8 તારીખે રાધનપુર રોયલ્સ પ્રાંત કચેરી વર્સીસ પાવર હીટર્સ ડી. આઈ.એલ.આર. પાટણ વચ્ચે મેચ યોજાશે.

સેમી ફાઇનલ મેચ અણહિલપૂર ઇલેવન કલેક્ટર કચેરી પાટણ વર્સીસ રાધનપુર રોયલ્સ પ્રાંત કચેરી તેમજ સુપર કિંગ્સ સમી પ્રાંત કચેરી વર્સીસ હેરીટેજ ઇલેવન પ્રાંત કચેરી પાટણ વચ્ચે તા.10 ફેબ્રુઆરીનાં રોજ યોજાશે. ત્યારબાદ તા.11 ફેબ્રુઆરીનાં રોજ સેમીફાઇનલની વિજેતા ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાશે.
અહેવાલ . કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here